Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાર્લી ડેવિડસને ભારતમાં ફેકટરી સ્થાપી તેવુ અમેરિકામાં પણ થઈ શકે છે... ભારતમાં ટેરિફ ઉંચા છેઃ ટ્રમ્પ
વોશીંગ્ટન તા. ૧૪: અમેરિકાના પ્રવાસે ગયેલા પી.એમ. મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મહત્વની મંત્રણા થઈ છે. દ્વિપક્ષીય વાટાઘાટો પછી મીડિયા સાથે વાતચીત દરમિયાન ટ્રમ્પે ભારતને એફ-૩૫ ફાઈટર જેટ વિમાનો આપવા, મુંબઈ હુમલાના આરોપી રાણાને સોંપવા, બિઝનેસ વધારવાની જાહેરાતો કરી હતી. અને પોતાના મોદી સાથે મિત્રતા સારા સંબંધો હોવાનું જણાવ્યું છે. મોદીએ ટ્રમ્પને ભારત આવવાનું આમંત્રણ આપ્યુ હતું.
વડાપ્રધાન મોદી પોતાનો અમેરિકા પ્રવાસ પૂર્ણ કરીને દિલ્હી જવા રવાના થઈ ગયા છે. પીએમ મોદી ગુરુવારે રાત્રે ૩ વાગ્યે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળવા માટે વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા. બંને નેતાઓ લગભગ અઢી કલાક સુધી સાથે રહૃાા હતાં. આ સમયગાળા દરમિયાન, બંને વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો થઈ હતી. ટ્રમ્પ-મોદીએ બે વાર મીડિયા સાથે વાત કરી હતી અને ગુરુવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન મોદીની પ્રશંસા કરી હતી. તેમણે કહૃાું કે વડા પ્રધાન મોદી તેમના કરતા ઘણા કઠોર વાટાઘાટકાર છે. તેની સાથે કોઈ સ્પર્ધા નથી. જ્યારે વાટાઘાટો અને કરારોની વાત આવે છે, ત્યારે ટ્રમ્પે મોદીને પોતાના કરતા ઘણા વધુ કઠોર અને સારા ગણાવ્યા.
પીએમ મોદી સાથે સંયુક્ત પત્રકાર પરિષદ દરમિયાન, જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે આજે તેમનામાંથી કોણ વધુ સારી રીતે સોદો કરી શકે છે, ત્યારે ટ્રમ્પે કહયું, 'પીએમ નરેન્દ્ર મોદી મારા કરતા ઘણા કઠોર વાટાઘાટકાર છે અને તેઓ મારા કરતા ઘણા સારા વાટાઘાટકાર છે.' કોઈ જ સ્પર્ધા નથી.
વ્હાઇટ હાઉસમાં દ્વિપક્ષીય વાટાઘાટો પછી વડા પ્રધાન મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી, જ્યાં તેમણે બંને દેશો વચ્ચે થયેલા મહત્વપૂર્ણ કરારો વિશે માહિતી આપી હતી અને પત્રકારોના ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. પીએમએ કહયું કે ૨૦૩૦ સુધીમાં આપણે ભારત-અમેરિકા વેપાર બમણો કરીશું.
સંયુક્ત પત્રકાર પરિષદમાં પીએમ મોદીએ કહયું, સૌ પ્રથમ, હું મારા પ્રિય મિત્ર રાષ્ટ્રપતિ ટ્રમ્પનો તેમના અદભુત સ્વાગત અને આતિથ્ય માટે હ્ય્દયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના નેતૃત્વ દ્વારા ભારત-અમેરિકા સંબંધોને પોષ્યા અને જીવંત કર્યા છે. અમે આતંકવાદ સામે લડવામાં સહયોગ કરીશું. સરહદ પારના આતંકવાદ સામે કડક કાર્યવાહીની જરૂૂર છે. ૨૬/૧૧ના આતંકવાદી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણનો નિર્ણય લેવા બદલ હું રાષ્ટ્રપતિ ટ્રમ્પનો આભારી છું. આપણી અદાલતો તેને ન્યાય અપાવશે. પીએમ મોદીએ કહયું, 'અમારું માનવું છે કે ભારત અને અમેરિકાની એકતા અને સહયોગ એક સારી દુનિયાને આકાર આપી શકે છે.'
ટ્રમ્પે ભારતને એફ-૩૫ ફાઇટર જેટ આપવાની જાહેરાત કરી. આ સાથે તેમણે ૨૦૦૮ના મુંબઈ હુમલાના આતંકવાદી તહવ્વુર રાણાને ભારત મોકલવાની પણ વાત કરી.
પીએમ મોદીએ ટ્રમ્પને બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા. મોદીએ કહયું કે ખુશીની વાત છે કે મને ફરીથી ટ્રમ્પ સાથે કામ કરવાની તક મળી છે. ટ્રમ્પ અને મારી મુલાકાતનો અર્થ એક વત્તા એક એટલે અગિયાર.
વડાપ્રધાન મોદીએ કહ્યુ કે અન્ય દેશોમાં રહેવાનાં કાનૂની અધિકાર નથી હોવા છતાં ગેરકાયદે વિદેશોમાં રહેતા ભારતીયોને પાછા લાવવા જ ભારત સહમત છે. માનવ તસ્કરી, ત્રાસવાદ, સરહદપાર આતંકવાદ માટે બન્ને દેશો સાથે મળીને કામ કરી શકે છે. ભારત તટસ્થ દેશ છે અને રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરીને શાંતિ સ્થાપવાની ટ્રમ્પની પહેલને સમર્થન આપે છે.
ટ્રમ્પે પોતાના પ્રવચનમાં ટેરિફના મુદ્ે તમામ પાસાની થયેલી ચર્ચાનો ઉલ્લેખ કરીને કહ્યુ કે ભારત સાથે વ્યુહાત્મક ભાગીદારી ચાલુ રાખીશુ. ગુનાખોરી, આતંકવાદ સામે સાથે મળીને લડત આપી વેપારખાદ્ય ઘટાડીશું.
પારસ્પરિક ટેક્ષ તત્કાલ લાગુ નહીં પડે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી સાથે મુલાકાતના થોડા કલાકો પહેલા જ ભારત સહિત તમામ વેપાર ભાગીદાર દેશો પર ટેરિફ લાદવાની યોજના પર હસ્તાક્ષર કર્યા છે, જેનાથી વિશ્વભરમાં આર્થિક તણાવ સર્જાવાની ધારણા છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ, ટ્રમ્પે કહૃાું, વેપારના મામલે, મેં નિષ્પક્ષતાથી નિર્ણય લીધો છે કે અમે પારસ્પરિક ટેરિફ લાદીશું, જેનો અર્થ એ છે કે જે પણ દેશો અમેરિકા પાસેથી ડ્યુટી વસૂલશે, અમે તેમના પર પણ ટેરિફ લાદીશું - વધુ નહીં, ઓછું નહીં.
ટ્રમ્પે કહૃાું, તેઓ અમારી પાસેથી કર અને ટેરિફ વસૂલ કરે છે, અમે પણ તેમના પર આવા જ કર અને ટેરિફ લાદીશું. નિષ્ણાતો માને છે કે આ પગલાથી અમેરિકા અને તેના વેપાર ભાગીદારો વચ્ચે તણાવ વધી શકે છે, જે વૈશ્વિક વેપાર અને અર્થતંત્રને અસર કરી શકે છે.
સૌથી વધુ ટેરિફ લગાવનારા દેશોમાંથી એક છે. કેટલાક નાના દેશ છે, જે હકીકતમાં મોટરસાઇકલો નથી વેચી શકતા કારણ કે ભારતમાં ટેક્સ ખુબ વધારો હતો, ટેરિફ ખુબ વધારે હતો.
વડાપ્રધાન મોદી અને ઇલોન મસ્કની મુલાકાત પર અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહૃાું કે, હું માનું છું કે તેઓ ભારતમાં બિઝનેસ કરવા ઈચ્છે છે, પરંતુ ભારત બિઝનેસ કરવા માટે ખુબ મુશ્કેલ જગ્યા છે. ત્યાં ટેરિફ સૌથી વધુ છે. આ બિઝનેસ કરવા માટે એક કઠિન જગ્યા છે.
વ્હાઇટ હાઉસના એક અધિકારીએ ગુરૂૂવારે કહૃાું કે, આ જાણી જોઈને લેવામાં આવેલો નિર્ણય છે, જેથી દેશોને અમેરિકા સાથે સંભાવિત રીતે નવી વેપાર શરતો પર વાતચીત કરવાનો સમય મળી શકે. જો કે, ટેરિફ તાત્કાલિક અસરથી લાગૂ નહીં થાય.
ડોનાલ્ડ ટ્રમ્પે તેના પ્રમુખપદ દરમિયાનના પ્રચાર અભિયાનમાં જ જણાવ્યું હતું કે, મારું શાસન આવશે તો આખા વિશ્વને એક શબ્દ વારંવાર સાંભળવા મળશે અને આ શબ્દ હશે રેસિપ્રોકલ ટેરિફ. સરળ ભાષામાં કહીએ તો તમે જેટલો અમારા પર ટેક્સ લાદશો અમે તેટલો જ ટેક્સ તમારા પર લાદીશું.
હાર્લી ડેવિડસનનું ઉદાહરણ આપતા ટ્રમ્પે કહૃાું, ભારતમાં કર અને ટેરિફ એટલા ઊંચા હતા કે હાર્લી ડેવિડસન તેની મોટરસાયકલ વેચી શકયું નહીં. આનાથી બચવા માટે, કંપનીએ ભારતમાં એક ફેક્ટરી સ્થાપવી પડી. તેમણે કહૃાું, લોકો અહીં પણ આ કરી શકે છે. કંપનીઓ અમેરિકામાં ફેક્ટરીઓ સ્થાપી શકે છે અને તબીબી ઉપકરણો, ઓટોમોબાઇલ્સ, ચિપ્સ અને સેમિકન્ડક્ટર જેવા ઉત્પાદનોનું ઉત્પાદન કરી શકે છે.
પીએમ મોદી અને એલોન મસ્ક વચ્ચેની મુલાકાત અંગે ટ્રમ્પે કહૃાું, મને લાગે છે કે તેઓ (મસ્ક) ભારતમાં વેપાર કરવા માંગે છે, પરંતુ ભારતમાં વેપાર કરવો ખૂબ મુશ્કેલ છે કારણ કે ત્યાં ટેરિફ ખૂબ ઊંચા છે. તેઓ વિશ્વમાં સૌથી વધુ ટેરિફ લાદે છે. ટ્રમ્પે સંકેત આપ્યો કે એલોન મસ્ક ભારતમાં તેમના વ્યાપારિક હિતોને આગળ વધારવા માટે પીએમ મોદીને મળ્યા હશે.
ટ્રમ્પના પારસ્પરિક ટેરિફની અસર ભારત પર પણ જોવા મળશે. ભારતના સ્થાનિક ઉદ્યોગ માટે આનો સામનો કરવો ખૂબ જ પડકારજનક રહેશે. ભારત એવા દેશોમાંનો એક છે જ્યાં ટેરિફ દર ખૂબ ઊંચા છે અને તેથી તે પારસ્પરિક ટેરિફ પ્રત્યે ખૂબ જ સંવેદનશીલ છે. અમેરિકાની નવી કર નીતિ ભારતના ઓટોમોબાઈલ, કાપડ અને અન્ય ઉદ્યોગોને અસર કરી શકે છે. જો ભારત ટેરિફ દર ઘટાડે છે, તો તેની સીધી અસર તેના આવક પર પડશે, જે ભારતના સ્થાનિક ઉદ્યોગ માટે ખૂબ જ પડકારજનક પરિસ્થિતિ હશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial