Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુંબઈ તા. ૧૪: ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ એક સહકારી બેંક પર પ્રતિબંધ લગાવી દીધો છે. હવે કોઈપણ ગ્રાહક આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં. આ માહિતી ખાતાધારકો સુધી પહોંચતા જ મોટી સંખ્યામાં લોકો મુંબઈના અંધેરીમાં આવેલી બેંકની વિજયનગર શાખાની બહાર પહોંચી ગયા હતાં. આ બેંક ન્યુ ઈન્ડિયા કો-ઓપરેટિવ છે, જયાંથી પૈસા ઉપાડવા પર પ્રતિબંધ છે. આરબીઆઈએ આ બેંકને કોઈપણ પ્રકારની લોન આપવા પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત બેંકમાંથી પૈસા ઉપાડવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે. આરબીઆઈનું કહેવું છે કે, બેંકની નાણાકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેથી ભવિષ્યમાં બેંકો તૂટી ન જાય અને લોકોના પૈસા સુરક્ષિત રહે, કોઈપણ પ્રકારની બેંકમાં નાણાની પ્રાપ્તિ પર કોઈ પ્રતિબંધ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial