Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નગરને ફરતો રીંગરોડ બને તો ટ્રાફિક સમસ્યા ઘટે
દ્વારકા તા. ૧૪: દ્વારકા યાત્રાધામને જોડતા નેશનલ હાઈવેમાં જામનગરથી દ્વારકાના સનાતન સેવા મંડળ સુધી તેમજ ઈસ્કોન ગેઈટથી ઓખા-બેટ દ્વારકા સુધીનો રસ્તો સીકસ ટ્રેકનો અદ્યતન બનાવાયો હોય આમ છતાં ઈસ્કોન ગેઈટથી ઓખા-બેટ દ્વારકા સુધીનો રસ્તો સીકસ ટ્રેકનો અદ્યતન બનાવાયો હોય આમ છતાં ઈસ્કોન ગેઈટથી સનાતન સેવા મંડળ સુધીના આશરે ૫૦૦ મીટર રસ્તો અન્ય હાઈવેની સાપેક્ષમાં સાંકળો છે. આ ૫૦૦ મીટરના રસ્તામાં સરકારી કચેરી, પેટ્રોલ પંપ તથા સ્થાનીય ગીચ વસાહતને સંલગ્ન હોય વ્યાપક ભીડભાડ જોવા મળતી હોય છે જેના કારણે અવાર-નવાર આ રસ્તામાં અકસ્માતો બનતા હોય છે. આથી આ રસ્તાને પણ પહોળો કરી અન્ય હાઈવે જેમ બ્રોડ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. દ્વારકાના આગામી વિકાસ પ્રોજેકટમાં લાંબા સમયથી દ્વારકાને ફરતો રીંગ રોડ બનાવવો સૂચિત છે. આમ છતાં ઘણાં વર્ષો થવા છતાં આ અંગે નકકર કામગીરી ન થયે દ્વારકામાં ટુરીઝમના વિકાસ અને યાત્રીકોની વધતી ભીડભાડ બાદ દ્વારકા વચ્ચેથી પસાર થતો હાઈવે ટ્રાફિકને કારણે અકસ્માત પ્રોન ઝોન બની ગયો હોય રીંગ રોડ બનાવવામાં આવે તો શિવરાજપુર બીચ, ઓખા, મીઠાપુર, બેટ દ્વારકા જતાં વાહનો સીધા જ બાયપાસ થઈ શકે તેમ હોય આ ટ્રાફિક સમસ્યાનો મહદંશે ઉકેલ આવે તેમ હોય આ સરકારી સૂચિત રીંગ રોડ બનાવવાની કામગીરી હાથ ધરાય તેવી પણ માંગણી પણ ઉઠવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial