Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તંત્ર શું મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છેઃ
જામનગર શહેરમાં છેલ્લા થોડા સમયથી ઠેર-ઠેર રસ્તાઓને ખોદી અને જામ્યુકો દ્વારા કાંઈને કાંઈક કામગીરી કરવામાં આવી રહી છે. શહેરના અનેક મુખ્ય માર્ગાે પર રસ્તાઓ ખોદી નાખવામાં આવ્યા છે. તેમાં પણ શહેરના હાર્દ સમા સરકારી જી. જી. હોસ્પિટલ પાસે એકાદ મહિના કરતાં પણ વધારે સમયથી રસ્તો ખોદી અને જામ્યુકો દ્વારા કામગીરી કરવામાં આવી હતી. ત્યાર પછી તે રસ્તાને બુરવા માટે થોડા દિવસો તો કાંઈ પણ જામ્યુકો દ્વારા કરવામાં આવ્યું ન હતું પરંતુ છેલ્લા થોડા દિવસોથી આ ખોદાયેલા રસ્તાઓ પાણા નાખી દેવામાં આવ્યા છે. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. અવાર-નવાર કોઈને કોઈ આ ખોદાયેલા રસ્તામાં પડે છે અને અકસ્માતનો ભોગ બને છે. સરકારી હોસ્પિટલ પાસે જ આ પ્રકાર ખોદકામ અને કામગીરી પૂર્ણ થયા પછી પણ જેસૈ થે હી રોડને મુકી અને કોન્ટ્રાકટર દ્વારા રીપેરીંગ કામ નથી કરવામાં આવતું જો કામ પૂર્ણ થયું હોય તો કોની રાહ જોવામાં આવી રહી છે.? જી.જી. હોસ્પિટલ નજીક જ આ ખાડાઓના કારણે ત્યાંથી પસાર થતી એમ્બ્યુલન્સ અને અન્ય વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. બે દિવસ પહેલાં તો આ ખાડાના કારણે એક મહિલા પોતાના સ્કૂટર પરથી પડયા હતાં અને ઈજાઓ પણ થઈ હતી. અવાર-નવાર વાહન ચાલકો આ ખાડાના કારણે અકસ્માતનો ભોગ બની રહ્યા છે ત્યારે જામ્યુકોએ તાકીદે જે-તે કોન્ટ્રાકટરને આ કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પણ આ રસ્તાનું રીપેરીંગ કામ શા માટે નથી થયું તેની તપાસ કરાવવી અને તુરંત આ માર્ગને રીપેરીંગ કરાવવો જોઈએ.
(તસ્વીરઃ નિર્મલ કારીયા)
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial