Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૧૩ બેઠકો બિનહરિફ

તા. ૧૬મી ફેબ્રુઆરીના મતદાનઃ ચૂંટણીપંચ તૈયાર

ગાંધીનગર તા. ૧૪: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૧૬મી ફેબ્રુઆરીના મતદાન થવાનું છે, ત્યારે ૨૧૩ બેઠકો મતદાન પહેલા જ બિનહરિફ થઈ ગઈ છે.

ગુજરાતના રાજ્ય ચૂંટણી આયોગે રાજ્યમાં જૂનાગઢ મહાનગરપાલિકા, ૬૮ નગર-પાલિકાઓ, ગાંધીનગર, કઠલાલ, કપડવંજ તાલુકા પંચાયતોની સામાન્ય/ મધ્યસત્ર તથા સ્વરાજ્યના એકમોની પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણીઓ તા.૧૬-૨-૨૦૨૫ના રોજ યોજવા તા.૨૧-૧-૨૦૨૫ના કાર્યક્રમ જાહેર કરેલ છે.

તા.૨૭-૦૧-૨૦૨૫ થી તા.૦૧-૦૨- ૨૦૨૫ સુધી સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી હેઠળના તમામ એકમો માટે કુલ ૭૦૩૬ ઉમેદવારી પત્રો રજૂ થયેલ હતા તે પૈકી ૧૨૬૧ અમાન્ય તેમજ ૫૭૭૫ ઉમેદવારી પત્રો માન્ય રહેલ છે. ૪૭૮ ઉમેદવારોએ ઉમેદવારી પત્રો પરત ખેંચેલ છે. કુલ ૨૧૩ બેઠકો બિનહરીફ થયેલ છે, તેમજ હરિફાઇ હેઠળની બેઠકો માટે કુલ ૫૦૮૪ ઉમેદવારો હરિફાઇમાં છે.જૂનાગઢ મહાનગરપાલિકાના ૧૫ વોર્ડોની કુલ ૬૦ બેઠકો પૈકી વોર્ડ નં.૩ તથા ૧૪ (કુલ ૮ બેઠકો) સંપૂર્ણ બિનહરીફ થયેલ છે બાકીના વોર્ડોની પર( બાવન) બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ માટે કુલ ૧૫૭ ઉમેદવારો હરીફાઇમાં રહેલ છે.

અમદાવાદ મહાનગર-પાલિકાના વોર્ડ નં.૭ (સામાન્ય), ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ નં.૩ (સામાન્ય) તથા સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૮( પછાતવર્ગ) ની પેટા ચૂંટણી હેઠળની ત્રણ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો માટે કુલ ૧૭ ઉમેદવારો હરીફાઇમાં છે.સામાન્ય ચૂંટણી હેઠળની ૬૬ નગર-પાલિકાઓના ૪૬૧ વોર્ડ પૈકી ૨૪ વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થયેલ છે. કુલ ૧૮૪૪ બેઠકો પૈકી ૧૬૭ બેઠકો બિનહરીફ થયેલ છે જ્યારે ૧૬૭૭ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે આ બેઠકો માટે કુલ ૪૩૭૪ ઉમેદવારો હરિફાઇમાં છે.

મધ્યસત્ર ચૂંટણી હેઠળની બોટાદ અને વાંકાનેર નગરપાલિકાઓના ૧૮ વોર્ડ પૈકી ૪ વોર્ડ સંપૂર્ણ બિનહરીફ થયેલ છે. કુલ ૭૨ બેઠકો પૈકી ૨૩ બેઠકો બિનહરીફ થયેલ છે જ્યારે ૪૯ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે આ બેઠકો માટે ૧૦૧ ઉમેદવારો હરિફાઇમાં છે. નગર-પાલિકાની પેટા ચૂંટણી હેઠળની ૨૧ બેઠકો પૈકી ૨ બેઠકો (મોરબી જિલ્લાની માળિયા મિયાણા નગર-પાલિકાના વોર્ડ નં.ર તથા ૫ ની બેઠક) બિનહરીફ થયેલ છે. ૧૯ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો માટે કુલ ૪૫ ઉમેદવારો હરિફાઇમાં છે.જિલ્લા પંચાયતની પેટા ચૂંટણી હેઠળની ૯ બેઠકો પૈકી ૧ બેઠક (પંચમહાલ જિલ્લાની ૨૯-શિવરાજપુર) બિનહરીફ થયેલ છે. ૮ બેઠકો પર ચૂંટણી યોજાનાર છે. આ બેઠકો માટે ૨ર ઉમેદવારો હરિફાઇમાં છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh