Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આજથી ટિકિટનું થઈ શકશે બુકીંગઃ
રાજકોટ તા. ૩: મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ હાપા અને નાહરલગુન વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.
જેમાં ટ્રેન નંબર ૦૯૫૨૫ હાપા-નાહરલગુન સ્પેશિયલ હાપાથી દર બુધવારે ૦૦.૪૦ કલાકે ઉપડશે, રાજકોટ તે જ દિવસે મધ્યરાત્રિમાં ૦૨.૦૬ કલાકે અને શુક્રવારે ૧૬.૦૦ કલાકે નાહરલગુન પહોંચશે. આ ટ્રેન ૮ જાન્યુઆરી, ૨૦૨૫ થી આગામી સૂચના સુધી ચાલશે. એ જ રીતે, ટ્રેન નંબર ૦૯૫૨૬ નાહરલગુન- હાપા સ્પેશિયલ દર શનિવારે નાહરલગુનથી ૧૦.૦૦ કલાકે ઉપડશે, રાજકોટ સોમવારે ૨૨.૨૨ કલાકે અને મંગળવારે ૦૦.૩૦ કલાકે હાપા પહોંચશે. આ ટ્રેન ૧૧ જાન્યુઆરી, ૨૦૨૫થી આગામી સૂચના સુધી ચાલશે.
આ ટ્રેન બંને દિશામાં રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી, ગોધરા, રતલામ, નાગદા, ઉજજૈન, મકસી, શાજાપુર, બિયાવરા-રાજગઢ, રૂઠીયાઈ, ગુના, શિવપુરી, ગ્વાલિયર, ઈટાવા, ગોવિંદપુરી, પ્રયાગરાજમાં જ્ઞાનપુર રોડ, બનારસ, વારાણસી, ગાઝીપુર સિટી, બલિયા, છપરા, હાજીપુર, શાહપુર પટોરી, બરૌની, બેગુસરાઈ, ખગરિયા, નૌગાચિયા, કટિહાર, બારસોઈ, કિશનગંજ, ન્યૂ જલપાઈગુડી, ન્યૂ કૂચ બિહાર, કોકરાઝાર, ન્યૂ બોંગાઈગાંવ, બારપેટા રોડ, રંગિયા, ઉદલગુડી, ન્યુ મિસામારી, રંગપારા ઉત્તર અને હરમુતી સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી ૨-ટાયર, એસી ૩-ટાયર, સ્લીપર કલાસ અને જનરલ સેકન્ડ કલાસ કોચ હશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial