Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના બે મંડલના પ્રમુખ જાહેર કરવામાં વિલંબ

ખંભાળિયા તા. ૩: દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપ સંગઠનમાં ૧૦ મંડલ પૈકીના ૮ મંડલના પ્રમુખની યાદી અઠવાડિયાથી જાહેર થઈ ગઈ છે, પરંતુ ઓખામંડળ અને ખંભાળિયા તાલુકાના પ્રમુખના નામ હજી પણ જાહેર થયા નથી, જેને પગલે આ બે મંડલમાં કોકડું ગુંચવાયું હોવાની ચર્ચા જાગી છે.

ઓખામંડળમાં સંભવિત પ્રમુખ તરીકે રબારી સમાજના યુવા અગ્રણી ડુડાભાઈ નાંગેશનું નામ ચર્ચામાં મોખરે હતું અને તેમની વરણી નિશ્ચિત માનવામાં આવતી હતી, પરંતુ યાદી જાહેર થઈ તેમાં ઓખામંડળના પ્રમુખનું નામ જાહેર ન થતા અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.

ઓખા પંથકમાં આ મુદ્દે ભરશિયાળે રાજકીય વાતાવરણ ગરમાયું છે અને આગામી દિવસોમાં શું થાય છે? એ મુદ્દો હોટ ટોપિક બન્યો છે. સ્થાનિક રાજકારણમાં સંગઠનમાં ખેંચતાણના સંકેત આપતા આ ઘટનાક્રમે જિલ્લાભરના રાજકીય જગતમાં ચર્ચા જગાવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh