Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર યુવા દલીત સમાજ, બૌદ્ધ સમાજનું આવેદન
જામનગર તા. ૩: દેશનાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ ડો. બાબા સાહેબ આંબેડકરની ગરિમાને ઠેસ પહોંચાડી છે. આથી તેમને હોદ્દા ઉપરથી પદભ્રષ્ટ કરવા જોઈએ તેવી માંગણી સાથે જામનગરના યુવા દલીત સમાજ અને બૌદ્ધ સમાજે આજે ધરણાં કર્યા પછી રાષ્ટ્રપતિને ઉદેશીને લખવામાં આવેલ આવેદનપત્ર જામનગર જિલ્લા કલેકટરને પાઠવ્યું હતું.
ભારતીય સંવિધાનના રચયિતા અને ઐતિહાસિક મહાપુરૂષ ડો. આંબેડકરજીનું દેશના ગૃહમંત્રી અમીત શાહે અપમાન કર્યુ હતું. આ શબ્દનો અર્થ એવો થાય કે ડો. આંબેડકરનું નામ લેવાથી લોકોને નર્ક પ્રાપ્ત થાય છે. શું આ નામ કોઈ ફેશનનું નામ છે? દેશનાં ગૃહમંત્રી મહાપુરૂષનું આમ અપમાન કરી શકે ખરા ?
આ સત્તાધારી પક્ષની સોચી સમજી સાજીસ છે. આંબેડકરજીની ગરિમાને ઠેસ પહોંચાડવાનો હીન પ્રયાસ છે. શા માટે સંવિધાનના શિલ્પકારને નિશાન બનાવાયા ? આમ, દલીતો, શોષિતો, પીડીતો અને નારીઓના એક માત્ર ઉદ્ધારકનું અપમાન કરવામાં આવ્યું છે. જેથી દલીતો, આંબેડકરવાદીઓની આસ્થા અને સ્વાભિમાનને ઠેસ પહોંચાડવામાં આવી છે. જે નિંદનિય અને કોઈપણ સંજોગોમાં સહન થઈ શકે નહી. આ માટે અમિત શાહ જાહેરમાં માફી માંગે અને જો માફી ન માંગે તો તેમને પદભ્રષ્ટ્ર કરવામાં આવે તેવી માંગણી સાથેનુ આવેદન આજે કલેકટરને પાઠવાયું હતું. આ પહેલા ધરણાંનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં યુવા દલીત સમાજ અને બૌદ્ધ સમાજ જામનગરના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial