Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દરવાજાઓના નકૂચા તોડ્યા પછી પણ ફોગટ ફેરોઃ
જામનગર તા.૩ : કાલાવડ તાલુકાના પીપર ગામમાં આવેલી ઈલેકટ્રીકની એક દુકાન અને એક જવેલર્સમાં બુધવારે રાત્રે ત્રણ શખ્સે દરવાજાના નકૂચા તોડી ચોરીના પ્રયાસ કર્યા છે. આ શખ્સોની હિલચાલ સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે તે દિશામાં તપાસ આગળ વધારી છે.
કાલાવડ તાલુકાના પીપર ગામમાં રહેતા વિપુલભાઈ ખીમજીભાઈ રાંક નામના વેપારી ગામના ગરબી ચોકમાં શિવ ઈલેકટ્રીક નામની દુકાન ચલાવે છે. તે દુકાન બુધવારે રાત્રે બંધ કરીને વિપુલભાઈ ઘેર ગયા તે પછી ગઈકાલની સવાર સુધીમાં તેમની દુકાનમાં દરવાજાના નકૂચા તોડાયા હતા.
ગઈકાલે સવારે વેપારી જ્યારે દુકાને આવ્યા ત્યારે તેઓને ચોરીની જાણ થઈ હતી. રાત્રે અગિયારેક વાગ્યે તેમની દુકાનના દરવાજાનો નકૂચો તોડી ચોરીનો પ્રયાસ કરાયો હતો. જ્યારે બાજુમાં જ આવેલી મનોજભાઈ નામના આસામીની એમ.જે. જવેલર્સ નામની દુકાનના દરવાજાનો નકૂચો પણ તૂટેલો જોવા મળ્યો હતો. મનોજભાઈએ પોતાની દુકાનમાં તપાસ કરતા ત્યાં પણ ખાંખાખોળા કરાયાનું જણાઈ આવ્યું હતું.
આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી.બી. રાંકજા દોડી ગયા હતા. પોલીસે ત્યાં મુકવામાં આવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસતા રાત્રે અગિયારેક વાગ્યે ત્રણ શખ્સ શંકાસ્પદ હિલચાલ કરતા જણાઈ આવ્યા હતા. ત્રણેય શખ્સના વર્ણન મેળવી પોલીસે ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial