Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ન.પા.ની આર્થિક સ્થિતિ સુધરે તેવી શક્યતાઃ
ખંભાળિયા તા. ૩: ખંભાળિયા નગરપાલિકાની કંગાળ આર્થિક સ્થિતિ સુધરે તેવી શક્યતા ઊભી થઈ છે. ન.પા. દ્વારા નિર્મિત શોપીંગ સેન્ટરની તથા શાક માર્કેટની દુકાનોની હરાજી માટે કવાયત શરૂ થઈ છે. બાર-બાર વર્ષથી પડતર રહેલી દુકાનોની જમીન શ્રી સરકારમાંથી મુક્ત કરવા ન.પા.ના પૂર્વ કારોબારી અધ્યક્ષ હીનાબેન આચાર્યએ કરેલી જહેમતને અંતે સફળતા મળી છે, અને હરાજી માટેનો રસ્તો ખુલ્યો છે.
ખંભાળિયા ન.પા. દ્વારા લાખોના ખર્ચે શોપીંગ સેન્ટર, ટાઉનહોલ તથા શાક માર્કેટના નિર્માણ જે જમીન પર ઉત્સાહના અતિરેકમાં કરાયા તે જમીનો શ્રીસરકાર હતી. તેથી તેના વેંચાણ થઈ શક્યા નહીં. અંને વર્ષોથી શોપીંગ સેન્ટરની દુકાનો ધૂળ ખાઈ રહી હતી. ન.પા.ના જે તે સમયના પ્રમુખો અને ખંભાળિયાના સતત રજૂઆતો કરનારા સ્થાનિક રાજકીય નેતાઓ કે ભાજપના પદાધિકારીઓ આ જમીનને શ્રીસરકારમાંથી મુક્ત કરાવી શક્યા ન હતાં, અને કોઈએ દીર્ઘદૃષ્ટિથી આ મહત્ત્વના મુદ્દે સક્રિયતા પણ દર્શાવી ન હતી.
પણ... ન.પા.ના પૂર્વ કારોબારી ચેરમેન હીનાબેન હિતેન્દ્રભાઈ આચાર્યએ જે પ્રશ્ન બાર-બાર વર્ષ દરમિયાન આઠ-આઠ પ્રમુખોથી ન ઉકેલાયો તે પ્રશ્નને ઉપાડ્યો અને દોઢ વર્ષ સુધી મંત્રી, સાંસદ, પ્રભારી મંત્રી સહિતના અગ્રણીઓની મદદથી જહેમત ઊઠાવી જમીનો શ્રીસરકારમાંથી મુક્ત થઈ છે.
આથી હવે ન.પા.ના ઈન્ચાર્જ ચીફ ઓફિસરે જાહેર હરાજી માટે કાર્યવાહી હાથ ધરી છે. જાન્યુઆરી મહિનાના અંતિમ સપ્તાહમાં તારીખ જાહેર થવાની શક્યતા છે.
આ દુકાનોની હરાજીથી કરોડો રૂપિયાની આવક થવાની ધારણા હોય, ન.પા.ની અતિ કંગાળ અને કથળી ગયેલી આર્થિક સ્થિતિને રાહત મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial