Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સીડી પરથી પટકાઈ પડતા વૃદ્ધ પર કાળનો પંજોઃ
જામનગર તા.૩ : કાલાવડના પ્રભુજી પીપરીયા ગામમાં એક ખેડૂતે ગઈકાલે અકળ કારણથી દોરડા વડે ગળાફાંસો ખાઈ જીવતર ટૂંકાવ્યું છે. પોલીસે આત્મહત્યા અંગેનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. ઓખાની ગાંધીનગરીમાં રહેતા એક વૃદ્ધ સીડી ઉતરતી વેળાએ પગ લપસતા પટકાઈ પડ્યા હતા. તેમના પર કાળનો પંજો પડ્યો છે. પોલીસે તેમના પુત્રનું નિવેદન નોંધ્યું છે.
કાલાવડ તાલુકાના પ્રભુજી પીપરીયા ગામમાં વસવાટ કરતા ધર્મેન્દ્રભાઈ દેવજીભાઈ વઘેરા (ઉ.વ.રર) નામના ખેડૂતે ગઈકાલે સાંજે પોતાના ખેતરમાં બનાવવામાં આવેલા ગોડાઉનમાં જઈ કોઈ અકળ કારણથી ત્યાં રાખવામાં આવેલા છત પંખામાં દોરડા વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ બાબતની જાણ થતા ધર્મેન્દ્રભાઈને નીચે ઉતારી અન્ય વ્યક્તિઓએ હોસ્પિટલમાં ખસેડયા હતા. જ્યાં ટૂંકી સારવારના અંતે આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. મનજીભાઈ રામજીભાઈ વઘેરાએ પોલીસને જાણ કરી છે. કાલાવડ શહેર પોલીસે અપમૃત્યુ અંગે નોંધ કરી તપાસ હાથ ધરી છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખામંડળમાં આવેલી ગાંધી નગરી સ્થિત પ્રજાપતિ વાડી પાસે રહેતા ભીમજીભાઈ નાથાભાઈ ધોકીયા (ઉ.વ.૬૮) નામના વૃદ્ધ ગઈ તા.૮ની સાંજે પોતાના ઘરે સીડી ઉતરતા હતા ત્યારે કોઈ રીતે પગ લપસી જતા પટકાઈ પડ્યા હતા.
માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ઈજા પામેલા આ વૃદ્ધનું જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા પછી મૃત્યુ નિપજ્યું છે. પુત્ર પિયુષભાઈ ધોકીયાએ પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial