Advertisement
Author: નોબત સમાચાર

ચીનમાં કોરોના જેવો નવો ઘાતક વાયરસ એચએમ૫ીવી ફેલાતા ઈમરજન્સી જાહેર

ચીનની હોસ્પિટલોમાં ભીડઃ બે વર્ષથી નાની વયના બાળકો પર સૌથી વધુ અસરઃ દર્દીઓની સંખ્યા વધવા છતાં અધિકૃત આંકડા છૂપાવાયા?

નવી દિલ્હી તા. ૩: ચીનમાં કોરોના જેવો જ ઘાતક વાયરસ ફેલાતા ઈમરજન્સી જાહેર કરાઈ છે, અને એચએમપીવી નામના આ ઘાતક વાયરસ અંગે ચીન દ્વારા અધિકૃત આંકડાકીય જાહેરાત થઈ નથી, પરંતુ સેંકડો લોકોના મોત થયા હોવાના અહેવાલોથી દુનિયામાં ગભરાટ ફેલાયો છે.

કોરોનાકાળના પ વર્ષ પછી ફરી એકવાર ચીનથી એક ડરામણા અહેવાલ સામે આવ્યા છે. ચીનમાં ફરી  એકવાર કોરોના જેવો જ ઘાતક વાયરસ તબાહી મચાવી રહ્યો હોવાના દાવા થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ વાયરસ કોરોના જેવો જ ઘાતક છે અને તેના લક્ષણ પણ કોરોના જેવા જ છે. આ નવા વાયરસનું નામ હ્યુમન મેટાન્યૂમો વાયરસ (એચએમપીવી) છે જે એક આરએનએ વાયરસ છે. જે પણ વ્યક્તિ આ વાયરસથી ચેપગ્રસ્ત થાય છે તેનામાં કોરવના જેવા જ લક્ષણ દેખાય છે.

આ વાયરસની લપેટમાં સૌથી વધુ બાળકો જ આવી રહ્યા છે. એમાંય ર વર્ષની નાની વયના બાળકો સૌથી વધુ પીડિત બની રહ્યા છે.

ચીનના રોગ નિયંત્રણ તથા રોકથામ કેન્દ્રના અહેવાલ અનુસાર તેના લક્ષણોમાં ખાંસી, તાવ, નાક બંધ થવી અને ગળામાં ખરાશ વગેરે થાય છે. એચએમપીવી ઉપરાંત ઈન્ફ્યૂએન્ઝા એ, માઈકો-પ્લાઝામા, ન્યૂમોનિયા અને કોરોનાના કેસ પણ સામે આવી રહ્યા છે,જેમાં દર્દીઓની સંખ્યા સતત વધતી જઈ રહી છે.

કેટલાક સોશિયલ મીડિયા પર દર્દીઓની તસ્વીરો જાહેર કરવામાં આવી છે, જેમાં બતાવાયું છે કે ચીને વાયરસ ફેલાયા પછી અનેક જગ્યાએ ઈમરજન્સી જાહેર કરી દીધી છે. આ દાવા અનુસાર હોસ્પિટલ અને સ્મશાન ઘાટ પર ફરી ભીડ જોવા મળી રહી છે.

જો કે, ચીન તરફથી હાલ એવી કોઈ માહિતીની પુષ્ટિ કરવામાં આવી નથી. અનેક મીડિયાના અહેવાલોમાં સીડીસીએ પહેલાથી અસ્થમા અનેકોનિક ઓબ્સ્ટ્રક્ટિવ પલ્મોનરી જેવા રોગો સામે ઝઝૂમતા દર્દીઓમાં સંક્રમણનો ખતરો વધવાની આશંકા વ્યક્ત કરી છે.

ચીનમાંથી ઉદ્ઘવેલી કોરોનાની લહેરને કારણે થયેલી તબાહી દુનિયાએ જોઈ છે. કોરોનાએ માત્ર ચીનમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં નરસંહાર સર્જ્યો છે. ચીનના વુહાન શહેરમાં કોરોનાનું રહસ્ય આજ સુધી એક રહસ્ય જ છે. કોરોના રોગચાળાને પાંચ વર્ષ થઈ ગયા છે. હ્યુમન મેટાપ્યુમોવાયરસનો પ્રકોપ ચીનમાં ફેલાઈ રહ્યો છે. જેના કારણે ચીનમાં ફરી કોરોના જેવું દૃશ્ય જોવા મળી રહ્યું છે. હોસ્પિટલોમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. જો કે, વાયરસથી ચીનમાં અત્યાર સુધીમાં ૧૭૦ લોકોના મોત થયા છે, જ્યારે ૧૮ દેશોમાં ૭,૮૩૪ કેસ નોંધાયા હોવાના અહેવાલો છે, જેની પુષ્ટિ થઈ રહી નથી.

હ્યુમન મેટા પ્યુમોવાયરસ એ આરએનએ વાયરસ છે, જે સૌ પ્રથમ ર૦૦૧ માં ડચ સંશોધકો દ્વારા શોધાયો હતો. આ વાયરસ શ્વસનતંત્રને અસર કરે છે અને મુખ્યત્વે ઉધરસ, છીંક અને ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્ક દ્વારા ફેલાય છે.તે શિયાળા અને વસંતમાં વધુ સક્રિય હોય છયે. તેના સામાન્ય લક્ષણોમાં શરદી, તાવ, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફનો સમાવેશ થાય છે. આ વાયરસના સોફ્ટ ટાર્ગેટ બાળકો અને વૃદ્ધો છે.

અહેવાલો અનુસાર એચએમપીવી ઈન્ફ્લ્યુએન્ઝા એ, માયકોપ્લાઝામા ન્યુમોનિયા અને કોવિડ-૧૯ પણ ચીનમાં ઝડપથી ફેલાઈ રહ્યા છે. હોસ્પિટલો દર્દીઓથી ખીચોખીચ ભરેલી છે, અને સ્મશાનગૃહ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. બાળકોની હોસ્પિટલો, ખાસ કરીને ન્યુમોનિયા અને 'વ્હાઈટ લંગ' જેવા રોગોના કેસ સાથે સંઘર્ષ કરી રહી છે.

ચીનના રોગ નિયંત્રણ તંત્રે અજાણ્યા ન્યુમોનિયા અને વાયરસ પર નજર રાખવા માટે એક સર્વેલન્સ સિસ્ટમ ગોઠવી છે. આરોગ્ય અધિકારીઓએ લોકોને માસ્ક પહેરવા, વારંવાર હાથ ધોવા અને ભીડવાળી જગ્યાઓથી દૂર રહેવાની સલાહ આપી છે, જો કે એચએમપીવી માટે હજુ સુધી કોઈ રસી ઉપલબ્ધ નથી.

ચીન પર પાંચ વર્ષ પહેલા કોરોના વાયરસના પ્રકોપ દરમિયાન પારદર્શિતાના અભાવનો આરોપ લગાવવામાં આવ્યો હતો. હવે એચએમપીવી કેસમાં પણ આ જ સવાલો ઊઠી રહ્યા છે. નિષ્ણાતો માને છે કે ચીન આ રહસ્યમય વાયરસ વિશે સંપૂર્ણ માહિતી શેર કરી રહ્યું નથી.

એચએમપીવીના વધના જતા કેસોને ધ્યાનમાં રાખીને ચીની અધિકારીઓએ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવાનો દાવો કર્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા અને અન્ય આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ આ નવા ખતરા પર નજર રાખી રહી છે. નિષ્ણાતો કહે છે કે માસ્ક પહેરવું, સ્વચ્છતા જાળવવી અને જાહેર સ્થળોએ સાવચેત રહેવું એ આ સમયે નિવારણનો સૌથી અસરકારક માર્ગ છે.

ચીન વિશેનું આ સત્ય હવે સોશિયલમીડિયા પર ખૂબ જ ફેલાઈ રહ્યું છે. ઘણાં અહેવાલો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ દાવો કરે છે કે આ નવો વારસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ચીન પર નજર રાખનારા કેટલાક લોકો એવો પણ દાવો કરે છે કે હોસ્પિટલો અને સ્મશાનગૃહો હવે ભરાઈ ગયા છે. લોકો ઝડપથી આ વાયરસનો શિકાર બની રહ્યા છે. ઓનલાઈન શેર કરવામાં આવેલા વીડિયોમાં હોસ્પિટલોમાં ભીડ જોવા મળી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh