Advertisement
Author: નોબત સમાચાર

યાત્રાધામ દ્વારકામાં સાત જાન્યુઆરીથી યોજાનાર ત્રિદિવસીય કાર્યક્રમમાં ૧૪૦ ગુજરાતી કલાકારનું સન્માન કરાશેઃ ધ્વજારોહણ

વર્ષ ર૦૧૮ અને વર્ષ ર૦ર૧ ના સોમનાથના સાંનિધ્યમાં 'કલાવારસો' કાર્યક્રમ યોજાયો હતો

દ્વારકા તા. ૩: યાત્રાધામ દ્વારકામાં ગુજરાતી સાહિત્ય સાથે જોડાયેલા કલાકારોનો ત્રિદિવસીય સન્માન સમારોહ યોજાશે. આ દરમિયાન નાગેશ્વર, દ્વારકાધીશ, રૂકિમણી મંદિરે ધવજારોહણ પણ કરાશે.

યાત્રાધામ દ્વારકામાં આગામી સપ્તાહમાં ગુજરાતી લોક સંગીતમાં પ્રશંસનીય યોગદાન આપવા બદલ કલા વારસો ર૦રપ ની થીમ અંતર્ગત ૧૪૦ થી વધુ ગુજરાતી કલાકારોનો સન્માન સમારોહ યોજવામાં આવશે. તા. ૭ થી ૯ જાન્યુઆરી, ર૦રપ દરમિયાન બંસીધર સ્ટુડિયો, એમેઝીંગ કનવર્લ્ડ અને કલગી ઈવેન્ટ આયોજિત કાર્યક્રમમાં નાગેશ્વર જયોતિર્લિંગ, દ્વારકાધીશ જગતમંદિર, રૂકિમણી મંદિરે ધ્વજાજીનું આરોહણ પણ કરવામાં આવનાર છે.

આ ત્રિદિવસીય કાર્યક્રમમાં તા. ૭ મી જાન્યુઆરીએ મંગળવારે બપોરે ૧ કલાકે દ્વારકાનજીકના નાગેશ્વર જ્યોતિર્લિંગમાં ધ્વજારોહણ કરાશે. તા. ૮ મીએ બુધવારે દ્વારકાધીશ જગતમંદિરના શિખર પર ચઢાવવામાં આવનાર ધ્વજાજીનું પૂજન કરાશે. તેમજ દ્વારકાના સર્કિટ હાઉસ પાછળના મેદાનમાં ૮ મીએ સાંજે ૬ કલાકથી ભોજન સમારોહ તથા રાત્રે સાંજે ૭-૩૦ કલાકથી રાજ્યભરના ૧૪૦ થી વધુ નામાંકિત ગુજરાતી લોક સંગીમાં પ્રશંસનીય યોગદાન આપનારા ગુજરાતી કલાકારોનો કલાવારસો સન્માન સમારોહ યોજાશે. આ સન્માન સમારોહનો મુખ્ય હેતુ કલાકારો દ્વારા ગુજરાતી લકકલા અને સાહિત્ય-સંસ્કૃતિને જીવંત રાખવા ભજન, લોકગીત, લોકવાર્તા, ઐતિહાસિક પ્રસંગોને સમાજ સમક્ષ કલાના માધ્યમથી કાર્યક્રમ યોજાશે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતના લોક ગાયકો, સંગીતકાર, કોરિયોગ્રાફર, ડી.ઓ.પી. એડીટર, ફિલ્મ જગતના સીતારાઓ, ગીતકાર-સંગીકાર તેમજ પ્રોડક્શન મેનેજર સહિતના તમામ કલાજગત સાથે જોડાયેલા ૩૦૦ થી વધુ લોકોને પણ સન્મનિત કરવામાં આવનાર છે. આ ઉપરાંત ગુજરાભરની કંપનીઓ જેમણે કંપનીના માધ્યમથી કલાકારોને પ્રતિભા બહાર લાવી પ્રોત્સાહિત કર્યા છે. તેમનું પણ સન્માન કરવામાં આવનાર છે. આ સાથે ખ્યાતનામ કલાકારો પોતાની આગવી શૈલીથી લોકસાહિત્યની રમઝટ બોલાવશે. આ ઉપરાંત તા. ૯ મીએ ગુરુવારે સવારે ૬ કલાકે દ્વારકાધીશ જગતમંદિરના શિખર પર નૂતન ધ્વજારોહણ કરાશે. સવારે ૯ કલાકે દ્વારકાધીશના મુખ્ય પટ્ટરાણીશ્રી રૂકિમણી માતાજી મંદિરે પણ ધ્વજાજીનું આરોહણ કરવામાં આવનાર છે.

આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ પૂ. સંતશ્રી રાજેન્દ્રદાસ બાપુ, પૂ. ચારણ જગદંબા આઈશ્રી રૂપલ મા (રામપરા-ગીર), પૂ. જયાબા (ભીમરાણા), પૂ. ગુરુમા ભગવતીબેન પટેલ (વડસર), પૂ. સંતશ્રી નારાયણાનંદ બ્રહ્મચારી (શારદાપીઠ પ્રતિનિધિ-દ્વારકા), એદલા મઢીના ચારણ બાપુ, દ્વારકાધીશ મંદિરના નેતાજી પૂજારી, માલધારી સમાજના તીર્થ પુરોહિત ભૌમિકભાઈ વિગેરે દ્વારા કરવામાં આવશે. કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા, પ્રાંત અધિકારી લે. કર્નલ રીટા, અમોલ અવાતે, મંદિર વહીવટદાર હિમાંશુ ચૌહાણ, નાયબ કલે. મનોજભાઈ દેસાઈ, નાયબ મામલતદાર દર્શનભાઈ એમ. સાવધરિયા વિગેરે ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનિય છે કે, આ પહેલા વર્ષ ર૦૧૮ તથા ર૦ર૧ માં સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પણ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં કલાવારસો યોજવામાં આવ્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh