Advertisement
Author: નોબત સમાચાર

ઈઝરાયેલના ગાઝાપટ્ટી પર હવાઈ હુમલામાં ૬૮ ના મોત

ગાઝાના આરોગ્ય મંત્રાલયનો દાવોઃ ઈઝરાયેલે ૪પ,પ૦૦ થી વધુ પેલેસ્ટાઈનીઓને માર્યા

કૈરા તા. ૩: ગાઝામાં ઈઝરાયેલે જોરદાર હુમલો કરતા ડીજીપી સહિત ૬૮ પેલેસ્ટાઈનના મોત થયા છે. ઈઝરાયેલે યુદ્ધમાં અત્યાર સુધીમાં ૪પ,૦૦૦ થી વધુ પેલેસ્ટાઈનીઓને માર્યા છે, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે, તેવો દાવો ગાઝાના આરોગ્ય મંત્રાલયે કર્યો છે.

ઈઝરાયેલના સુરક્ષા દળોએ ગાઝામાં ફરી હુમલા તેજ કર્યા છે. ગુરુવારે ગાઝાપટ્ટીમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં મૃત્યુઆંક પ૪ થી વધીને ૬૮ થઈ ગયો છે.

ગાઝાના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુરુવારે ઈજરાયેલના હુમલામાં ૬૮ પેલેસ્ટિનિયન માર્યા ગયા હતાં, જેમાં મહિલાઓ, બાળકો અને બે ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે.

ઈઝરાયેલે કહ્યું કે હુમલામાં હમાસના આંતરિક સુરક્ષા ઉપકરણના એક વરિષ્ઠ સભ્યને નિશાન બનાવવામાં આવ્યા હતાં.

હમાસ સંચાલિત ગૃહમંત્રાલયના જણાવ્યા અનુસાર ઈઝરાયેલી દળોએ અલ-મવાસી જિલ્લામાં એક ટેન્ટ કેમ્પ પર હુમલો કર્યો, જેમાં ૧૧ લોકોના મોત થયા. ગાઝાના પોલીસ મહાનિર્દેશક (ડીજીપી) મહમુદ સલાહ અને તેમના સહયોગી હુસન શાહવાન પણ હુમલામાં માર્યા ગયા હતાં.

અન્ય ઈઝરાયેલી હવાઈ હુમલામાં ઓછામાં ઓછા પ૭ પેલેસ્ટિનિયન માર્યા ગયા હતાં, જેમાં ખાન યુનિસમાં ગૃહ મંત્રાલયના મુખ્યાલયમાં છ અને ઉત્તરી ગાઝાના જબાલિયા શરણાર્થી કેમ્પ, શાટી (બીચ) કેમ્પ અને મધ્ય ગાઝામાં મગાઝી કેમ્પનો સમાવેશ થાય છે.

એજન્સીના જણાવ્યા અનુસાર ઈઝરાયેલની સેનાએ અલ-મવાસીમાં એક ઈન્ટેલિજન્સ ઈનપુટના આધારે હુમલાની પુષ્ટિ કરી છે, જેમાં શાહવાનને નિશાન બનાવવામાં આવ્યો હતો. ઈજરાયેલે શાહવાનને દક્ષિણ ગાઝામાં હમાસ સુરક્ષા દળોના વડા ગણાવ્યા છે.

જો કે, સેનાએ સાલાહના મૃત્યુ અંગે કોઈ ઉલ્લેખ કર્યો નથી. ઈઝરાયેલી સૈન્યએ દાવો કર્યો હતો કે તેમણે ખાન યુનિસ મ્યુનિસિપાલિટી બિલ્ડિંગમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં કામ કરતા હમાસના આતંકવાદીઓને નિશાન બનાવ્યા હતાં. આ લોકો વિશે બાતીમદારો દ્વારા માહિતી બહાર આવી હતી.

ગુરુવારે અલગ-અલગ ઈઝરાયેલી હવાઈ હુમલામાં ગાઝા સિટીની જાલા સ્ટ્રીટ પર ઓછામાં ઓછા ચાર અને તેના ઝેતુન જિલ્લામાં બે લોકો માર્યા ગયા.

ઈઝરાયેલી સેનાએ ગાઝાના આતંકીઓ પર રહેણાંક વિસ્તારોનો ઉપયોગ છૂપાવા માટે કરવાનો આરોપ લગાવ્યો છે, જ્યારે હમાસે ઈઝરાયેલના આરોપોને ફગાવી દીધા છે. સંરક્ષણ પ્રધાન ઈઝરાયેલ કાત્ઝે બુધવારે એક નિવેદનમાં ચેતવણી આપી હતી કે જો હમાસ ટૂંક સમયમાં બાકીના બંધકોને મુક્ત નહીં કરે અને ઈઝરાયેલ પર ગોળીબાર બંધ નહીં કરે તો તેને ગાઝામાં લાંબા સમયથી જોવા મળેલા સૌથી વધુ નુક્સાનનો સામનો કરવો પડશે.

ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઈઝરાયેલે યુદ્ધમાં અત્યાર સુધીમાં ૪પ,પ૦૦ થી વધુ પેલેસ્ટાઈનીઓને માર્યા છે, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. ગાઝાના મોટાભાગના ર.૩ મિલિયન લોકો યુદ્ધ પછી વિસ્થાપિત થયા છે.

ઉલ્લેખનિય છે કે, ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ત્યારે શરૂ થયું જ્યારે હમાસના નેતૃત્વ હેઠળના આતંકવાદીઓએ ૭ ઓક્ટોબર ર૦ર૩ ના દક્ષિણ ઈઝરાયેલ પર હુમલો કર્યો, જેમાં લગભગ ૧,ર૦૦ લોકો માર્યા ગયા અને લગભગ રપ૦ લકોને બંધક બનાવ્યા. ગાઝામાં લગભગ ૧૦૦ બંધકો હજુ પણ છે. ઓછામાં ઓછા ત્રીજા મૃત માનવામાં આવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh