Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઢોલ-નગારા - ડી.જે. સાથે
ખંભાળીયા તા. ૮ઃ ખંભાળીયા શહેરમાં ૧૧૦ વર્ષ સુની પ્રાચીન પરંપરા પ્રમાણે અહીંના શ્રી ખામનાથ મહાદેવની ર૦૦ કિલો વજનની ચાંદીની પ્રતિમા સાથે શિવ વરણાંગીનું ભવ્ય પ્રસ્થાન અહીં રંગ મહેલ શાળા પાસેથી હર હર મહાદેવ અને નમઃ પાર્વતીપતેની જય ધ્વનિ સાથે થયું હતું.
સવારે વહેલા જ રંગમહેલ શાળા પાસે સ્થાપિત થયેલ શિવ વરણાંગીની પૂજા કરવા, ફળહાર કરવા ભાવિકો મોટી સંખ્યામાં ઉમટયા હતાં. ખંભાળીયા મામલતદાર વિક્રમભાઈ વરૃ, ખંભાળીયા ઈન્ચાર્જ પી.આઈ. એસ.વાય. ઝાલા, ખામનાથ મહાદેવના ટ્રસ્ટીઓ અમિતભાઈ વ્યાસ, મનુ અદા સોમૈયા, અગ્રણીઓ હિતેન્દ્રભાઈ આચાર્ય, દિલીપભાઈ વ્યાસ, અશ્વિનભાઈ વ્યાસ, રાજેશભાઈ જોશી, બ્રહ્મ સમાજ દ્વારકા જિલ્લા પ્રમુખ વિપુલભાઈ જોશી, નીતિનભાઈ આચાર્ય, ટ્રસ્ટી જે.વી. ધ્રુવ, શાસ્ત્રી શુકલભાઈ, હસમુખભાઈ બોડા, કિરીટભાઈ બોડા, કૌશલભાઈ સવજાણી, પૂર્વ કારો. ચેરમેન હિનાબેન આચાર્ય, ફાલ્ગુનીબેન વ્યાસ, પ્રતિકભાઈ જોશી વિગેરે જોડાયા હતાં. ઢોલ નગારા સાથે નીકળેલ અત્યંત પ્રાચીન આ શિવ વરણાંગીમાં ખંભાળીયાના પુષ્કર્ણા બ્રાહ્મણો તથા સારસ્વત, ઔદિચ્ય બ્રહ્મ સમાજ, કાન્યકુંબ્જ સમાજના બ્રાહ્મણો પિતાંબરી અને ઝભ્ભો પહેરીને ખુલ્લા પગે શિવ વરણાંગીનું પ્રસ્થાન કરાવ્યું હતું તથા ઢોલ-નગારા અને ડી.જે. પાર્ટી સાથે આગળ છડીદારો સાથેની આ શિવ વરણાંગીએ ભાવિકોમાં ખૂબ આકર્ષણ જમાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial