Advertisement
Author: નોબત સમાચાર

મિલકત જપ્તીની માગણી થતાં વીજ કંપનીએ ચૂકવ્યું વળતર

વસૂલાત માટે કરાયો હતો દાવોઃ

જામનગર તા. ૮ઃ વીજ કંપનીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા એક વ્યક્તિનું વીજ આંચકો લાગવાથી મૃત્યુ થયા પછી અદાલતે વળતર ચૂકવવા વીજ કંપનીને હુકમ કર્યાે હતો. તેમ છતાં રકમ ચૂકવાઈ ન હતી. આથી વસૂલાત માટેનો દાવો કરાતા અને તેમાં મિલકત જપ્તી વોરંટની માંગણી કરાતા વીજ કંપનીએ વ્યાજ સાથે વળતરનો ચેક જમા કરાવ્યો છે.

કાલાવડ તાલુકાના દાવલી ગામમાં અમરશી મેઘાભાઈ ચંદ્રપાલ પીજીવીસીએલના કોન્ટ્રાકટર તરીકે કામ કરતા હતા. તે દરમિયાન વર્ષ ૨૦૧૨માં વીજ આંચકો લાગતા તેઓનું મૃત્યુ થયું હતું. તેમના વારસોએ વળતર મેળવવા દાવો કર્યાે હતો.

તે દાવામાં રૃા.૫ લાખ વ્યાજ સાથે વળતર પેટે ચૂકવવા હુકમ કરાયો હતો. તે રકમ વીજ કંપનીએ જમા નહીં કરાવતા જશુબેન અમરશીએ કોર્ટમાં વસૂલાત માટે દાવો કર્યાે હતો. તેમાં પણ નોટીસ બજી હતી. તેમ છતાં વળતર નહીં ચૂકવાતા મિલકત જપ્તી માટે વોરંટ કાઢવા અરજી કરાઈ હતી. જેના પગલે વીજ કંપનીએ રૃા.૮,૪૬,૯૯૦ની રકમનો વળતરનો ચેક કોર્ટમાં જમા કરાવી દીધો છે. વારસદારો તરફથી વકીલ ચિરાગ નથવાણી તથા ધર્મેશ રાઠોડ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh