Advertisement
Author: નોબત સમાચાર

બોટમાં લઘુશંકા કરી રહેલા માછીમારનું દરિયામાં ઉથલી પડવાથી થયું મૃત્યુ

આંચકી આવ્યા પછી અન્ય એક માછીમાર મોતને શરણઃ

જામનગર તા. ૮ઃ ઓખાના દરિયામાં બુધવારે માછીમારી કરી રહેલા એક યુવાનને આંચકી આવ્યા પછી તેઓનું હૃદયરોગનો હુમલો પણ આવી જતાં મૃત્યુ નિપજ્યું છે. જ્યારે ત્રણ દિવસ પહેલાં લઘુશંકા માટે બોટની કિનારીએ ઉભેલા માછીમારનું દરિયામાં પડી જવાથી મૃત્યુ થયું છે. ઓખાના આર.કે. બંદર પર ગંગોત્રી-૧ નામની બોટમાં માછીમારી માટે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના માંડા ગામમાંથી આવીને રહેતા કમલેશભાઈ શંકરભાઈ હળપતી (ઉ.વ.૪૮) નામના માછીમાર બુધવારે બપોરે પોતાની બોટમાં ઓખાના દરિયામાં હતા ત્યારે અચાનક જ આંચકી આવ્યા પછી પડી ગયેલા કમલેશભાઈને હૃદયરોગ નો હુમલો આવી ગયો હતો. આ યુવાનનું મૃત્યુ નિપજ્યાનું ગણેશ કાંતિભાઈએ પોલીસમાં જાહેર કર્યું છે.

ગિર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નાથડ ગામના વતની ભીમાભાઈ ગભરૃભાઈ બાંભણીયા (ઉ.વ.પ૧) માછીમારી માટે ઓખાના આર.કે. બંદર પર આવ્યા હતા. તેઓ ગઈ તા.૪ની રાત્રે શ્રીદત્ત નામની બોટમાં માછીમારી માટે ગયા હતા. તેઓ લઘુશંકા કરવા માટે બોટના આગળના ભાગમાં આવ્યા પછી દરિયામાં ઉથલી પડતા ડૂબી ગયા છે. તેઓનું મૃત્યુ નિપજ્યાનું સામત પરબતભાઈ વાઢેરે પોલીસ સમક્ષ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh