Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રિન્સ બારમાં ધોરણની બોર્ડની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યો હતો
સુરત તા. ૮ઃ સુરતમાં 'આપ'ના કોર્પોરેટર જીતુભાઈ કાછડિયાના ઘરમાં આગ લાગતા તેમના ૧૭ વર્ષિય પુત્ર પ્રિન્સનું નિધન થયું છે, જ્યારે ૬ સભ્યોનો બચાવ થયો છે.
સુરતના બંગલામાં આગ લાગતા ૧૭ વર્ષિય બાળકનો ભોગ લેવાયો છે. મોટા વરાછા આનંદ ધરાના બંગલામાં આગ લાગી હતી. મીટર પેટીમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન છે.
આ બાળક આપના કોર્પોરેટર જીતુભાઈ કાછડિયાનો સુપુત્ર હતો. પરિવારને હજી પુત્રના મોતની જાણ કરાઈ નથી. ચાર બાળક ઘરમાં હતાં એક બાળક પલંગના નીચે છૂપાયું હતું. મોટા વરાછા વિસ્તારમાં આગનો બનાવ બનતા અફરાતફરીનો માહોલ છવાયો હતો. વહેલી સવારે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. તેમજ આગ લાગતા જ ફાયરની ટીમને જાણ કરાઈ હતી. ચાર ફાયરની ગાડી પહોંચી હતી અને ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો.
પ્રિન્સ હાલ ધોરણ ૧ર ની બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો. ગ્રાઉન્ડ પ્લસ બે માળના મકાનમાં પહેલા માળે કોઈ નહોતું અને આખો પરિવાર બીજા માળે સૂતો હતો. દરમિયાન રાત્રે બે વાગ્યા આસપાસ પહેલા માળે અચાનક આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે ભીષણ રૃપ ધારણ કરી લીધું હતું જેથી ધૂમાડો પણ આખા ઘરમાં પ્રસરી ગયો હતો. બીજા માળે જીતેન્દ્ર કાછડિયાના પરિવારના સાત સભ્યો સુતા હતાં. આગની ઘટનાની જાણ થતાં આખા પરિવારમાં ભયનો માહોલ સર્જાઈ ગયો હતો. એક બેડરૃમમાં પ્રિન્સ અને તેનો ભાઈ સુતા હતાં જેને તેના કાકાએ ધૂમાડાની વચ્ચે જઈને જગાડ્યા હતાં. ત્યારપછી તમામે બહાર નીકળવાનો પ્રયાસ કર્યો હતો, જો કે નીચે ઉતરી શકાય તેવી સ્થિતિ ન હતી.
પરિવારના છ સભ્યો બાજુમાં આવેલા મકાનના ધાબા પર કૂદીને જીવ બચાવ્યો હતો. દરમિયાન પ્રિન્સ ધૂમાડાના કારણે બહાર નીકળી શક્યો નહોતો અને ત્યાં જ ફસાઈ ગયો હતો. આગમાં દાઝી જવાના કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. દરમિયાન આગ લાગી હોવાનો કોલ ફાયર વિભાગને કરવામાં આવ્યો હતો. જેથી ફાયરનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગે ભારે મહેનત પછી આગ પર પાણીનો મારો ચલાવીને કાબૂ મેળવી લીધો હતો. દરમિયાન બીજા માળેથી પ્રિન્સ ગંભીર હાલતમાં મળી આવ્યો હતો. જેને તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial