Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડિજિટલ દસ્તાવેજોની સાચવણી કરવાની ટેકનોલોજીસભર પહેલ કરનાર પ્રથમ રાજય બન્યુ ગુજરાત
જામનગર તા. ૮ઃ ૧૮૧ "અભયમ" મહિલા હેલ્પલાઈનના ગુજરાતમાં સફળતાપૂર્વક ૯ વર્ષ પુર્ણ કર્યા છે. જામનગર જિલ્લામાં છેલ્લા ૯ વર્ષમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનમાં સલાહ-સુચન મદદ માર્ગદર્શન માટે ૩૬૪૬પ કોલ આવ્યા હતાં.
ગુજરાત રાજ્યની વિશેષતા એ છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાઓનો લાભ પહોચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવ્યા છે. મહિલાઓને ઘરેલુ હિંસા સહિતની વિવિધ પ્રકારની હિંસા તેમજ મુશ્કેલીની બાબતમાં તાત્કાલિક ધોરણે બચાવ અને સલાહ-માર્ગદર્શન ઉપરાંત મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે મહિલા હેલ્પલાઈન ની સુવિધાની ઉપલબ્ધીની આવશ્યકતા જણાતા ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને ય્ફદ્ભ ઈસ્ઇૈં દ્વારા સંકલિત રીતે ૮ માર્ચ ૨૦૧૫ ને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ રાજ્યવ્યાપી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન શરૃ કરવામાં આવી હતી.
રાજ્યની મહિલાઓને સામાજિક અને આર્થિક રીતે સુદ્રઢ બનાવવા હંમેશા ચિંતિત અને પ્રયત્નશીલ રહેતી રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મહિલાઓની સલામતી અને સુરક્ષા માટે સેફ સિટી પ્રોજેક્ટ હેઠળ રાજ્યના વસ્તી અને વિસ્તારની દૃષ્ટિએ સૌથી મોટા અને આર્થિક-કેપિટલ એવા અમદાવાદ શહેરમાં ખૂબ જ ઓછા સમયમાં રેસ્ક્યુવાનની સેવા મળી રહે તે હેતુથી નવી કુલ-૧૨ અભયમ રેસ્ક્યુવાનને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન હેઠળ તા. ૫-૩-૨૦૨૩ મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવેલ છે. આમ, સમગ્ર દેશમાં ગુજરાત આગવી પહેલ કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. જેમાં ૧૮૧ મહિલા હેલ્પલાઇન હેઠળ કુલ ૫૯ રેસ્ક્યુવાનનો કાફલો ચોવીસ કલાક મહિલાઓની સલામતી અને સુરક્ષાની કામગીરીમાં કાર્યાન્વિત છે.
શ્રીમતી ભાનુબેન બાબરીયા, મહિલા અને બાળ વિકાસ વિભાગનાં વરદ હસ્તે સ્માર્ટ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન કેડ સિસ્ટમનું લોકાર્પણ ૬ માર્ચ ૨૦૨૪ ના રોજ કરવામાં આવેલ છે જેના થકી સમગ્ર દેશમાં ગુજરાત રાજ્યની ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનના રિસ્પોન્સ સેન્ટરના અદ્યતન કેડ સિસ્ટમના માળખા સાથે અભયમ રેસક્યું વાનને જોડીને પેપરલેસી કેડ સિસ્ટમ સાથેની કાર્યપ્રણાલી સહિત ડિજિટલ દસ્તાવેજોની સાચવણીકરવાની ટેક્નોલૉજીસભર પહેલ કરનાર પ્રથમ રાજ્ય બન્યુ છે.
માત્ર ૯ વર્ષનાં ટુંકા સમય ગાળામાં જ ૧૩,૯૯,૭૬૧ થી વધારે મહિલાઓને જરૂરિયાત મુજબ સલાહ, બચાવ, માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું છે. અને ૧૮૧એ અનેક માહિલાઓના જીવનમાં નવી આશા જગાડી છે. તેમજ તાકીદની પરીસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર અભયમ રેસક્યુવાન સાથે કાઉન્સિલરે જઇને ૨,૮૧,૭૬૭ જેટલા મહિલાને મદદ પુરી પાડી છે. ૧,૭૭,૪૨૧ જેટલા કિસ્સામાં સ્થળ ઉપર જ સમાધાન કરી કેસનો નિકાલ કરેલ છે. ૮૬,૦૬૨ જેટલી મહિલાઓના ગંભીરપ્રકારના કિસ્સામાં ઘટના સ્થળ ઉપર જઈને રેસક્યું વાન દ્વારા રેસક્યું કરીને લાંબાગાળાના કાઉન્સિલિંગ માટે સરકારની અન્ય સંસ્થાઓ સુધી પહોચાડવામાં આવ્યા હતા. છેલ્લા ૯ વર્ષમાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં સલાહ-સુચન- મદદ-માર્ગદર્શન માટે ૩૬૪૬૫ કોલ આવ્યા છે.
આ પ્રસંગે જશવંત પ્રજાપતિ ચિફ ઓપરેટિંગ ઓફીસર, ઇએમઆરઆઇ જીએચએસએ ગુજરાતીઓને શુભકામના આપતા જણાવેલ કે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ગુજરાત સરકાર દ્રારા મહિલા સશક્તિકરણના ક્ષ્રેત્રમાં એક ખુબ મહત્વની સેવા તરીકે સાબિત થઈ છે. આ સેવાથી મહિલાઓને કટોકટીની પળોમાં તાત્કાલીક પ્રતિસાદ આપી મુંજવણ અને મુશ્કેલ પરિસ્થિતિમાં એક સ્વજનની જેમ સાથે રહી મહિલાને મદદ મળતી હોવાથી ગુજરાતની મહિલાઓમાં અનેરો વિશ્વાસ પ્રસ્થાપિત કર્યો છે. તેઓએ ગુજરાત સરકારનો આભાર માનવા સહ ગુજરાતમાં ૨૪ ઠ ૭ કાર્યરત રહેતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમની સરાહના કરતાં જણાવ્યું કે સમગ્ર દેશમાં એક અભિનવ હેલ્પલાઇન તરીકે પ્રસ્થાપિત થયેલ છે તેમજ મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણની દિશામાં ગુજરાતએ શ્રેષ્ઠ ગુણવત્તાનું આદર્શ રાજ્ય બનવા પામેલ છે.
૧૮૧ હેલ્પલાઇનની વિશેષતા
મહિલાઓ સામે થતી ઘરેલું કે અન્ય પ્રકારની હિંસા, દુર્વ્યવહાર કે છેડતી જેવી ઘટના વખતે તાત્કાલિક બચાવ અને સલાહ-સુચનની કામગીરી હાથ ધરવી અને મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયેલ મહિલાને તાત્કાલિક સહાય આપી છે. ૧૦૮ની સેવા તેમજ ટેકનોલોજીનો ઉપયોગ કરી ૨૪ કલાક સેવાઓ આપતી હેલ્પ લાઈન કાર્યરત કરેલ છે. પીડિત મહિલાને ટૂંકા ગાળા અને લાંબા ગાળાનું કાઉન્સેલિંગ અને માર્ગદર્શન પૂરું પાડવું. મહિલાલક્ષી વિવિધ સરકારી યોજનાઓની પ્રાથમિક માહિતી પૂરી પાડવી.
મહિલાઓ આ સેવા અંતર્ગત મુખ્યત્વે નીચે મુજબની સેવાઓ મેળવી શકે છે.
ફોને ઉપર જરૂરી માહિતી, માર્ગદર્શન, કાઉન્સેલિંગ વી.ની માહિતી કોઈ મહિલા ઉપર કોઈ હિંસા થઇ રહી હોય તો તેને તાત્કાલિક તેમાંથી બચાવવા માટે રેસ્ક્યુની સેવા મેળવી શકે છે. જરૃરી માહિતીમાં સ્થાનિક સ્તરે ઉપલબ્ધ વિવિધ સરકારી સેવાઓ જેવી કે મહિલા પોલીસ સ્ટેશન, વન સ્ટોપ સેન્ટર, મફત કાનૂની સહાય સેવાઓ, કાઉન્સેલિંગ સેન્ટર, સ્વયંસેવી સંસ્થાઓ, મહિલા અને બાલ વિકાસ અધિકારી, સમાજ સુરક્ષા અધિકારી, મહિલા આયોગ,નારી સંરક્ષણ ગ્રુહ વી. મહત્વના માળખાઓની સંપર્ક માહિતી તેમજ કોન્ફન્સ દ્વારા સીધુ જોડાણ કરવામાં આવે છે. સાથેજ, સરકાર દ્વારા મહિલાઓના વિકાસ માટે શરૃ કરવામાં આવેલ વિવિધ યોજનાઓ અને તે મેળવવા માટેના સ્થાનિક સંપર્કની માહિતી આપવામાં આવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial