Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર-કાલાવડ રોડ પર વીઝરખી ડેમ પાસે આવતીકાલે કેન્દ્રિય મંત્રીના હસ્તે તેનું ઉદ્ઘાટન થનાર છે તે
જામનગર તા. ૮ઃ જામનગર-કાલાવડ રોડ ઉપર વિજરખી ડેમ પાસે મિયાત્રા ગામના સીમાડે ગોપાલ રત્નથી સન્માનિત ધર્મેન્દ્રભાઈ કારાવદરા દ્વારા સરિતા ગીર ગૌ સંવર્ધન કેન્દ્રનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ કેન્દ્રનું ઉદ્ઘાટન આવતીકાલે તા. ૯-૩-ર૦ર૪ ના સાંજે ૪ વાગ્યે કેન્દ્રિય મંત્રી પરસોત્તમભાઈ રૃપાલાના હસ્તે કરવામાં આવનાર છે.
આ ગૌસંવર્ધન કેન્દ્ર અંગે વિસ્તૃત માહિતી આપવા યોજાયેલી પત્રકાર પરિષદમાં ધર્મેન્દ્રભાઈ કારાવદરાએ જણાવ્યું હતું કે, ભારત સરકારની યોજના અંતર્ગત ભારતનું આ સૌ પ્રથમ ગૌ-સંવર્ધન કેન્દ્ર છે. જેમાં વૈજ્ઞાનિક તેમજ પશુ સ્વાસ્થ્ય સહિતના તમમ પરિણામોને ધ્યાને લઈને સંપૂર્ણ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.
શહેરથી દુર ખુલ્લા કુદરતી વાતાવરણમાં પાંચ એકરની વિશાળ જગ્યામાં ગૌ માતાઓ માટે ઈન્સ્યુલીન પતરાના શેડ અને ગેલ્વેનાઈઝ પાઈપના સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવ્યા છે. ગૌશાળામાં માખી-મચ્છર-બગા જેવી જીવાતોના ઉપદ્રવથી રક્ષણ આપવા આધુનિક મશીનો મૂકાયા છે.
હાલ આ ગૌશાળામાં ર૦૦ થી વધુ ગૌ માતાઓ અને પ૦ થી વધુ વાછરડાઓ છે. દરેક ગામનું ટેગીંગ કરી રેર્કડ મેઈનટેન કરવામાં આવે છે.
ગૌમાતાને ત્રણેય ઋતુઓ માટે અલગ-અલગ પ્રકારનો ખોરાક પૂરો પાડવામાં આવે છે. જેમાં માંડવીનો પાલો, સુકો ચારો, લીલો ચારો, ગોળનું પાણી, મીનરલ મીક્ષર, સંધાલુણ મીઠું, ગળો-સતવારો-આઈએસઆઈ માન્ય દાણ આપવામાં આવે છે. ચારાના સ્ટોરેજ માટે ફૂલપ્રૂફ શેડ બનાવાયા છે.
આ ગૌશાળામાં ખાણદાણ, દૂધ પેકીંગ, ઈલે. કન્ટ્રોલરૃમપ મેડિકલ સીમેન્સ સ્ટોર રૃમ, રીપ્રોસેસીંગ યુનિટ છે. ગાયોની કેટેગરી પ્રમાણે અલગ અલગ વાડાની વ્યવસ્થા છે. ઓટોમેટિક સાયલન્ટ જમ્બો જનરેટર વસાવાયું છે.
ઘી બનાવવા માટે ઓટોમેટિક વલોણાનું મશીન છે. ગાયનું શુદ્ધ ઘી તથા ગાયનું દૂધ બોટલ-દૂધ બેગમાં પેક કરી વેંચાણ કરવામાં આવે છે. આગામી થોડા સમયમાં વિવિધ દેશોમાં આ કેન્દ્ર દ્વારા ગાય આધારિત ઉત્પાદનોની નિકાસ કરવામાં આવશે.
ઉદ્ઘાટન સમારોહ
આ કેન્દ્રનો ઉદ્ઘાટન સમારોહ તા. ૯/૩ ના સાંજે ૪ વાગ્યે યોજાશે. ઉદ્ઘાટન કેન્દ્રિય મંત્રી પરસોત્તમભાઈ રૃપાલાના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે અતિથિવિશેષ પદે રાજ્યના મંત્રી મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જિ.પં. પ્રમુખ મયબેન ગરચર, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા, શ્રીજી ગ્રુપના ડાયરેક્ટર મિતેશભાઈ લાલ ઉપસ્થિત રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, ધર્મેન્દ્રભાઈ કારાવદરાને ર૦૧૭ ના વર્ષમાં ગોપાલ રત્નના એવોર્ડથી સન્માનિત કરાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial