Advertisement
Author: નોબત સમાચાર

સંબંધ પૂર્ણ થયા પછી યુવતીને પજવતા સિક્કાના શખ્સને પકડી પાડતી સાયબર ટીમ

બોગસ આઈડી પરથી ફોટા, વીડિયો વાયરલ કર્યાઃ

જામનગર તા. ૮ઃ જામનગરની એક યુવતીએ સિક્કાના શખ્સ સાથે રહેલા સંબંધ પૂર્ણ કરતા ઉશ્કેરાયેલા આ શખ્સે તેણીના ફોટા, વીડિયો યુવતી સાથે સંકળાયેલા વ્યક્તિઓને બોગસ આઈડી મારફત મોકલાવી બદનામી શરૃ કરી હતી. તેની રાવ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં થયા પછી આ શખ્સને દબોચી લેવાયો છે.

જામનગરમાં રહેતી એક યુવતી સાથે સંપર્કમાં રહેલા સિક્કા ગામના ગઢવીપાડામાં વસવાટ કરતા વેજાણંદ ઉર્ફે વિજય લાખાભાઈ કારીયા (ઉ.વ.રપ) નામના શખ્સ સામે તે યુવતીએ જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ તે યુવતી અને વિજય વચ્ચે પ્રેમસંબંધ હતો તેનો અંત લાવવા માટે યુવતીએ નક્કી કર્યા પછી વિજયે તેણીની પજવણી શરૃ કરી હતી. આ યુવતીના કેટલાક ફોટા, વીડિયો અને અન્ય કેટલાક સ્ક્રીન શોર્ટના આધારે વિજયે બ્લેકમેઈલીંગ શરૃ કર્યું હતું. તે યુવતીના સંબંધી, મિત્રવર્તુળને આ યુવતીના એક સગાના નામની આઈડી બનાવી તેના પરથી ફોટા, વીડિયો મોકલી બદનામી શરૃ કરી હતી.

ઉપરોક્ત ગુન્હાની તપાસ માટે સાયબર ક્રાઈમના પીઆઈ પી.પી. ઝા તથા તેમની ટીમના કે.વી. જાડેજા, રંજનાબેન વાઘે હાથ ધરેલી તપાસમાં વિજયનું લોકેશન મેળવી લેવાયું હતું. તે પછી આ શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. તેની આઈપીસી ૩૫૪ (એ), ૩૫૪ (સી), ૫૦૦, ૫૦૪, ૫૦૬ (૧), ૫૦૯ તથા આઈટી એક્ટની કલમો હેઠળ ધરપકડ કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh