Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાના વ્હોરાવાડમાં બે મકાનમાં ઘૂસી છરીની અણીએ બે શખ્સનો આતંક

વૃદ્ધનું અપહરણ કરી લૂંટી લેવાયાઃ ખળભળાટ મચ્યોઃ

જામનગર તા. ૮ઃ ખંભાળિયાના વ્હોરાવાડમાં બે મકાનમાં બુધવારે રાત્રે ઘૂસી ગયેલા બે શખ્સે બંને પરિવારોને છરીની અણીએ અટકાયતમાં રાખ્યા પછી લૂંટ ચલાવી હતી. તે ઉપરાંત આ શખ્સોેએ ખામનાથ ચોક પાસેથી એક વૃદ્ધનું બાઈકમાં અપહરણ કરી દરગાહના ઓરડામાં પૂરી દીધા હતા અને તેઓનું સ્કૂટર, રોકડ વગેરે લૂંટી લીધા હતા. ત્રણેય ફરિયાદ પરથી પોલીસે તપાસ આરંભી છે.

ખંભાળિયા શહેરના વ્હોરા વાડમાં રહેતા હાતીમ સૈફુદ્દીન દલાલ નામના વેપારીના મકાનમાં બુધવારની રાત્રે બેએક વાગ્યે ઘૂસી ગયેલા મકસુદ સુમાર સમા ઉર્ફે મખી, શબ્બીરમિંયા  અજીઝમિંયા બુખારી નામના બે શખ્સે છરીની અણીએ આ વેપારીને અટકાયતમાં લીધા હતા અને મારી નાખવાની ધમકી આપી રૃા.૧ લાખ માગ્યા હતા.

ઉપરોક્ત રકમ ઘરમાં ન હોવાનું હાતીમભાઈએ કહેતા તેને વીડિયો કોલ કરી કાકા શબ્બીર પાસેથી રૃા.૧ લાખ મોકલાવી આપવા દબાણ કરાયું હતું. તે પછી હાતીમ પાસથી બળજબરીપૂર્વક રૃા.સાડા ચાર હજાર ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ બંને શખ્સ નાસી ગયા હતા. આ ફરિયાદ હાતીમે નોંધાવી છે.

તે ફરિયાદની સાથે જ ખંભાળિયાના પાંચ હાટડી ચોકમાં ચાંદાણી ચકલા નજીક રહેતા સફીભાઈ રઝાકભાઈ પોપટપોત્રાએ પણ ફરિયાદ કરી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ બુધવારની રાત્રે સાડા ત્રણેક વાગ્યે તેમના ઘરમાં મકસુદ ઉર્ફે મખી તથા શબ્બીરમિંયા બુખારી ઘૂસ્યા હતા. આ શખ્સોએ સફીભાઈના ઘરના સભ્યોને છરી બતાવી ધમકાવ્યા પછી તોકીર નામના બાળકના ગળા પર છરી મૂકી દીધી હતી અને રૃા.૧ લાખ રોકડા આપી દેવાની માગણી કરી હતી. આ વેળાએ ગાળો ભાંડી શબ્બીરે હાથમાં છરી વડે ઈજા પહોંચાડી હતી.

વ્હોરાવાડમાં જ રહેતા મોઈઝ ફઝલેહુસેન હાસાણી નામના વૃદ્ધને ખામનાથ ચોક પાસે બુધવારની રાત્રે બારેક વાગયે રોકી શબ્બીરમિંયા,  મકસુદ ઉર્ફે મખીએ રોકી લઈ માર મારી મોટરસાયકલમાં વચ્ચે બેસાડી લીધા હતા. તે વૃદ્ધને થોડે દૂર લઈ જઈ શબ્બીરે છરીથી હાથમાં ઈજા પહોંચાડ્યા પછી ખિસ્સામાંથી રોકડ, બે મોબાઈલ તેમજ એટીએમ કાર્ડ મળી કુલ રૃા.૩૨,૨૦૦ની મત્તાની લૂંટ ચલાવી હતી. તે પછી નવ ડેરા નજીક દરગાહમાં લઈ જઈ આ વૃદ્ધને ઓરડામાં પુરી દેવાયા હતા અને તેમનું જીજે-૧૦-બીએમ ૨૨૯ર નંબરનું સ્કૂટર આ શખ્સોએ ઝૂંટવી લીધુ હતું.

ઉપરોક્ત ત્રણેય ફરિયાદ પરથી પોલીસે આઈપીસી ૪૫૨, ૩૬૪ (એ), ૫૦૪, ૩૪, ૫૦૬ (ર), ૩૨૩, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧), ૩૯૪ હેઠળ ગુન્હો નોંધી બંને આરોપીની શોધ આરંભી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh