Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિવ સે શક્તિ કા પરમ પાવન મિલન, આજ હીં સંસાર પાયા થા જીવન...હર હર ભોલે... બમ બમ ભોલે... મહાદેવ હર... જય ભોલેનાથ...
શિવ અને શક્તિના મિલનથી સૃષ્ટિ રચાઈ છે ત્યારે મહાશિવરાત્રિ પર્વ સનાતન હિન્દુ ધર્મનો સૌથી મોટો ઉત્સવ ગણી શકાય, કારણ કે આજના પાવન દિને જ શિવ શક્તિના લગ્ન થયા હતાં. દેશભરના શિવાલયોમાં ભક્તો શિવ આરાધના માટે ઉમટી પડ્યા છે ત્યારે 'છોટીકાશી' કહેવાતા જામનગરમાં પણ આજે વહેલી સવારથી જ શિવાલયોમાં ભક્તોની કતારો જોવા મળી હતી. નાગેશ્વર વિસ્તારમાં આવેલ પ્રાચીન શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિર, કે.વી. રોડ પર આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, ગૌરવ પથ પર આવેલ શ્રી ભીડભંજન મહાદેવ મંદિર, સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી વૈજનાથ મહાદેવ મંદિર તથા શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર, પંચેશ્વર ટાવર પાસે લોહાણા મહાજન વાડીમાં આવેલ શ્રી ભીમાશંકર મહાદેવ, રામેશ્વરનગરમાં આવેલ શ્રી રામેશ્વર મહાદેવ મંદિર, અન્નપૂર્ણા ચોકડી પાસે આવેલ શ્રી જાગનાથ મહાદેવ મંદિર સહિતના નગરના તમામ શિવ મંદિરોમાં હર હર મહાદેવનો નાદ્ ગૂંજી ઊઠ્યો હતો. ભગવાન ભોળાનાથ નજીવી ભક્તિથી પ્રસન્ન થઈ વરદાન આપનારા આશુતોષ છે ત્યારે આજે મહાશિવરાત્રિ પર્વ પર શિવભક્તોએ મહાદેવની આરાધના કરી મનોકામના પૂર્ણ કરવાની પ્રાર્થના સાથે દેવાધિદેવ મહાદેવની આરાધનાનો પુણ્ય લાભ પણ મેળવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial