Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોની સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં ૮૧ કરોડથી વધુના વિકાસકામો મંજુર

ઝળુંબી રહેલી આચારસંહિતાના કારણે ઉપરાછાપરી બેઠકોનો દોરઃ ધડાધડ મંજુરીઓ

જામનગર તા. ૮ઃ લોકસભાની ચૂંટણી અન્વયે આચારસંહિતાની ઝળુંબતી દહેશતના કારણે જામનગર મહાનગરપાલિકાની ઉપરાછાપરી સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળી રહી છે અને ધડાધડ કરોડોના કામોને મંજુરી આપવામાં આવી રહી છે. ગઈકાલે સાંજે મળેલી બેઠકમાં રૃા. ૮૧ કરોડ ૦પ લાખના ખર્ચવાળા વિકાસ કામોને મંજુરી આપવામાં આવી હતી.

છેલ્લા ત્રણ અઠવાડીયામાં ત્રણ વખત મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં કુલ રૃા. ૩ર૪ કરોડ પ૬ લાખના કામોને ધડાધડ મંજુરી આપી દેવામાં આવી છે.

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ગઈકાલે તા. ૭ના સાંજે ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં ૯ સભ્યો ઉપરાંત મેયર વિનોદ ખીમસૂર્યા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન. મોદી નાયબ કમિશનર વાય.ડી. ગોહિલ, સિટી ઈજનેર ભાવેશ જાની, આસી. કમિશનર (ટેકસ) જીગ્નેશ નિર્મળ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

વરસાદી પાણીના નિકાલ માટે અંડર ગ્રાઉન્ડ ગટર સામે કોમ્પ્રેહેન્સીવ ઓપરેશન એન્ડ મેન્ટનન્સ - ત્રણ વર્ષ ૪ માસ માટે (ફકત ચોમાસા દરમ્યાન)ના કામ માટે રૃા. ૩પ લાખ, સીવેજ પમ્પીંગ સ્ટેશન, ગાંધીનગર, કાલાવડ ગેઈટ અને વ્હોરાના હજીરા સ્ટેશનનમાં ઈલેકટ્રીક-મિકેનીકલ મશીનરીમાં વધારો કરવા, ઈન્સ્ટોલ કરી ટેસ્ટીંગ તેમજ કમિશનીંગ કરવાના કામ માટે રૃા. ૧૦પ.૩૩ લાખ, ભૂગર્ભ ગટરના કામોની તમામ કામગીરી અન્વયે સર્વે, ડિઝાઈન, ડીપીઆર ડીટીપી તૈયાર કરવા તેમજ સુપરવિઝન વગેરે માટે પ્રોજેકટ મેનેજમેન્ટ કન્સલટન્ટના કામ અંગે રૃા. ૩૪.૮૬ લાખના કામને મંજુરી આપવામાં આવી હતી, તમામ ૧ થી ૧૬ નંબરના વોર્ડમાં એફઈએસએલની સ્ટ્રીટ લાઈટનું મેન્ટનન્સનું કામ આઉટ સોસીંગથી કરાવવા માટે રૃા. પર.૪૮ લાખને ખર્ચ મંજુરી આપવામાં આવી છે.

સોલીડ વેસ્ટ શાખા હસ્તકના વોર્ડ ઓફિસ, ઢોર ડબ્બા તથા શાખા લગત સિવિલ સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન બિલ્ડીંગ વર્કના કામ અન્વયે રૃા. ૧૧પ લાખ, સ્પોર્ટસ કોમ્પ્લેકસના સ્વીમીંગ પૂલ, કોમ્પ્રેહેન્સીવ ધોરણે ઓપરેશન એન્ડ મેન્ટનન્સના કામ માટે રૃા. ૧ર.૮૬ લાખ, આઉટ સોસીંગથી મેન પાવર સપ્લાય કરતી એજન્સીની મુદ્દત ૧ વર્ષ વધારવા નિર્ણય લેવાયો હતો.

એમ્યુઝમેન્ટ પાર્કમાં સિક્યોરીટી, કલીનીંગ, ગાર્ડનીંગ, કોમ્પ્યુટર ઓપરેટરના સ્ટાફ ખર્ચ, રણમલ લેઈક, ખંભાળીયા ગેઈટમાં કલીનીંગ સ્ટાફનું ખર્ચ, જામ રણજીતસિંહ પાર્કમાં સિક્યોરીટી કલીનીંગ ગાર્ડનીંગ તથા કોમ્પ્યુટર ઓપરેટરના વગેરે સ્ટાફ ખર્ચ, જ્યુબેલી ગાર્ડનમાં ગાર્ડનીંગ સ્ટાફનું ખર્ચ, રણમલ તળાવમાં ગાર્ડનીંગ સ્ટાફ, લાખોટા મ્યુઝીયમમાં સિક્યોરીટી, કલીનીંગ ગાર્ડનીંગ સ્ટાફ, કોમ્પ્યુટર ઓપરેટરના સ્ટાફ ખર્ચની દરખાસ્તો પેન્ડીંગ રાખવામાં આવી હતી.

મોટા આશાપુરા મંદિર પાસે હયાત ગઢની રાંગની મરામત માટે રૃા. રપ.૦પ લાખ, રીજીએનેશન એન્ડ ડેવલપમેન્ટ ઓફ રણમલ લેઈક પાર્ટ-ર અને પાર્ટ-૩ ના કામ માટે રૃા. ૩૮૮ર લાખ, મંગલબાગ શેરી નંબર ૧ થી ૪, ઈન્દિરા માર્ગથી આહિર વિદ્યાર્થી ભવન થઈ કેનાલ સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામની દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી.

વોર્ડ નંબર ૧પ ના મથુરાનગર શેરી નંબર ૧ થી ૧ર માં સીસીરોડ બનાવવા માટે રૃા. ૧૮.૬ર લાખ, વિરલ બાગ-દાદા-દાદી ગાર્ડનમાં કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામ માટે રૃા. ૧૦.૦૬ લાખ, સ્વસ્તિક સોસાયટીના ગાર્ડનમાં કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે રૃા. ૧૪.૪૪ લાખનુ ખર્ચ મંજુર કરાયું છે

સિવિલ સાઉન્ડ ઝોન વોર્ડ નંબર ૧૬ વિસ્તારની ખાનગી સોસાયટીઓમાં ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારમાં લોક ભાગીદારીથી સીસીરોડ બ્લોકના કામ માટે રૃા. ર૦૦ લાખ, વલ્લભનગરમાં કોમ્યુનીટી હોલ, મહિલા સ્નાનગર બનાવવા માટે સાંસદની ગ્રાન્ટમાંથી રૃા. ૮ લાખ, જેલ પાસે સીસી રોડ બનાવવા સાંસદની ગ્રાન્ટમાંથી રૃા. ૪ લાખ, આદર્શ સ્મશાન ગૃહમાં સાંસદની ગ્રાન્ટમાંથી કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે રૃા. ૧૦ લાખનો ખર્ચ મંજુર કરાયો હતો.

પંજાબ બેન્કથી આણદાબાવા ચકલા સુધી સીસી રોડ, લીમડાલાઈન ગુરૃદ્વારા સામેની શેરીથી ચર્ચ સુધી અને ત્યાંથી સ્ટીલીંગ એજન્સી સુધી સીસી રોડ, પંચેશ્વર ટાવરથી ચાંદી બજાર સુધી સીસી રોડ, સુપર માર્કેટથી જયશ્રી સિનેમા વાળા માર્ગમાં સીસી રોડ, પોસ્ટ ઓફિસ પાસેથી સોઢાના ડેલામાં સીસી રોડના કામ માટે રૃા. ૧૬૩.૮૮ લાખ, પંચવટી મેઈન રોડમાં સીસી રોડ, વોર્ડ નંબર પાંચમાં જયંત એપાર્ટમેન્ટ વાળી શેરીમાં અને કુમાર હેર આર્ટવાળી શેરીમાં સીસી રોડ માટે રૃા. ર૪.૧પ લાખનું ખર્ચ મંજુર કરાયું છે.

વોર્ડ નંબર ૧૬ આશીર્વાદ દિપ સોસા. પુલીયા (બ્રીજ)થી જામનગર હાઈવે રોડ સુધી સીસી રોડ બનાવવા માટે રૃા. ૩૪ લાખ, સુજાતા ઈન્ડ.થી વિભાપર મેઈન રોડને જોડતા હૈયાત મેટલ રોડ ઉપર સીસીરોડ બનાવવા માટે ૬૧.પ૬ લાખ, કનસુમરા ગામમાં ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ર૭ મીટર પોહળો સીસી રોડ બનાવવા માટે રૃા. રર૩.૩૩ લાખ, સેટેલાઈટ પાર્કની અલગ-અલગ છ શેરીમાં સીસી રોડ માટે રૃા. ૧૦ર.૧પ લાખનું ખર્ચ મંજુર કરાયું છે.

નંદન પાર્ક-ર થી મેહુલ પાર્ક ગેઈટ કેનાલ સુધી સ્ટ્રોમ વોટર ડ્રેનેજની દરખાસ્ત પેન્ડીંગ રાખવામાં આવી હતી.

શેઠ ભગવાનદાસ રોડ પર સીસી રોડ માટે રૃા. ૧૦ર. ૦૭ લાખ, વોર્ડ નંબર ૧૬ માં રાજકોટ રોડથી ધોરીવાવ સુધી સીસી રોડ માટે રૃા. ર૩૧.૧૧ લાખ સ્ટ્રેન્ધનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ગટર વકર્સના કામમાં વોર્ડ નંબર ૧, ૬ અને ૭ માટે રૃા. ૧પ લાખ, વોર્ડ નંબર પ,૯,૧૩, અને ૧૪ માટે રૃા. ૧પ લાખ, વોર્ડ નંબર ર,૩ અને ૪ માટે રૃા. ૧પ લાખ, વોર્ડ નંબર ૧૦,૧૧ અને ૧ર માટે રિટેન્ડર, તથા વોર્ડ નંબર ૮,૧પ અને ૧૬ માટે ૧પ લાખના ખર્ચનો નિર્ણય લેવાયો હતો.

સ્ટ્રેન્ધીનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ બિલ્ડીંગ વર્કસના કામ માટે વોર્ડ નંબર ર,૩ અને ૩ માં પાંચ લાખ અને વોર્ડ નંબર ૮,૧પ અને ૧૬ માટે પાંચ લાખ તથા સ્ટ્રેન્ધીનીંગ એન્ડ અપગ્રેડેશન ઓફ ટ્રાફિક વર્કસના કામ માટે રૃા. પાંચ લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.

આશાપુરા હોટલથી જુના જકાતનાકા થઈ બાયપાસને જોડતા રોડની ૩૦ મીટર ડી.પી. રોડની અમલવારી માટેની દરખાસ્તનો સૈધ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો. જ્ઞાન શક્તિ સર્કલથી સીતારામ સોસાયટી પાસેથી પસાર થઈ ૭.પ મીટરના બાયપાસ રોડને ર૪ મી ડી.પી. રોડની દરખાસ્તનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત અધ્યક્ષ સ્થાનેથી સાત દરખાસ્તોને મંજુરી અપાઈ હતી જેમાં આગલા નાણાકીય વર્ષ માટે બેક લોડર, એસ્કેલેટર (હીટાચી) તથા ટ્રેકટર વીથ ટ્રોલી સપ્લાઈ કરવા માટે રૃા. પ૧ લાખનો ખર્ચ મંજુર કરાયો હતો. ટેકનીકલ અને વહીવટી જગ્યાની મુદ્દત ૧૧ માસ વધારવામાં આવી હતી. વોર્ડ નંબર ર માં ખાનગી સોસાયટીમાં ગુજરાત હાઉસીંગ બોર્ડની તથા અન્ય રહેણાંક વિસ્તારમાં લોક ભાગીદારીથી સીસી રોડ-બ્લોક બનાવવા માટે ર૦૦ લાખ, ઢોરના ડબ્બામાં લીલોઘાસચારો સપ્લાય કરવા માટે વાર્ષિક રૃા. ૩૦૦ લાખનો ખર્ચ, સેલ્ફ પ્રોપેલ્ડ રોડ સ્વિપર મશીન ૧ નંગ સપ્લાય કરી ૩ વર્ષ માટે રખરખાવ સહિતના કામ માટે રૃા. રપ૮ લાખ, ટ્રક માઉન્ટેડ રોડ સ્વિપર મશીન પાંચ નંગ, સપ્લાય કરી ૩ વર્ષના રખરખાઉ માટે રૃા. ૧ર૪પ લાખ, તથા આરએન્ડ બી વિભાગ દ્વારા ૭૯ વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય દ્વારા સૂચવાયેલા કામ માટે રૃા. ર૦૦ લાખ નો ખર્ચ મંજુર કરાયો હતો આમ કુલ રૃા. ૮૧ કરોડ ૦પ લાખના ખર્ચને બહાલી આપવામાં આવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh