Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આંતરરાષ્ટ્રીય મહિલા દિને વડાપ્રધાનની જાહેરાતઃ
નવી દિલ્હી તા. ૮ઃ એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂ. સો (૧૦૦) નો ઘટાડો કરવાની જાહેરાત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયામાં જણાવ્યું હતું કે, નારી શક્તિનું જીવન સરળ બનશે, અને કરોડો પરિવારોમાં આર્થિક બોજ ઘટશે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું કે સરકાર એલપીજી સિલિન્ડરના ભાવમાં ૧૦૦ રૃપિયાનો ઘટાડો કરે. આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓ માટે જીવન સરળ બનાવવા અને પર્યાવરણને સુરક્ષિત રાખવાનો છે.
વડાપ્રધાને પોતાના ટ્વિટમાં લખ્યું કે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસર પર અમે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૧૦૦ રૃપિયાની છૂટ આપવાનો મોટો નિર્ણય લીધો છે. તેનાથી નારિશક્તિનું જીવન સરળ બનશે, એટલું જ નહીં, પરંતુ કરોડો પરિવારોનો આર્થિક બોજ પણ ઘટશે. આ પગલું પર્યાવરણ સંરક્ષણમાં પણ મદદરૃપ થશે, જેનાથી સમગ્ર પરિવારના સ્વાસ્થ્યમાં પણ સુધારો થશે. વડાપ્રધાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના એક્સ એકાઉન્ટ દ્વારા આ માહિતી આપી છે અને મહિલાઓના હિતમાં આ પગલાં લેવાની વાત કરી છે.
સરકારના આ પગલાંથી લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. રાંધણ એલપીજીના ભાવમાં ૧૦૦ રૂપિયાનો ઘટાડો થવાથી ઘણાં શહેરોમાં કિંમતોમાં ઘટાડો થશે. દિલ્હીમાં ઘરેલુ એલપીજીની કિંમત ૯૦૩ રૂપિયા છે અને ૧૦૦ રૂપિયાના ઘટાડા પછી તેની કિંમત ૮૦૩ રૃપિયા થઈ જશે, જ્યારે મુંબઈમાં એલપીજીની કિંમત ૯૦ર.પ૦ રૂપિયા છે અને હવે તેની કિંમત ૮૦ર.પ૦ રૂપિયા થશે, જ્યારે કોલકાતામાં એલપીજીની કિંમત ૧૦૦૦ રૂપિયા અને ચેન્નાઈમાં ૯૧૮.પ૦ રૂ.પિયા છે, પરંતુ નવી કિંમતો આવ્યા પછી આ શહેરોમાં એલપીજીની કિંમત અનુક્રમે ૯૦૦ રૂપિયા અને ૮૧૮.પ૦ રૂપિયા થઈ જશે.
આ સાથે જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર પીએમ મોદીએ મહિલાઓને શુભકામના પાઠવી હતી. મોદીએ કહ્યું, અમે મહિલા શક્તિની તાકાત, હિંમત અને સાહસને સલામ કરીએ છીએ અને વિવિધ ક્ષેત્રોમાં તેમની સિદ્ધિઓની પ્રશંસા કરીએ છીએ. અમારી સરકાર શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસો કરી રહી છે. કૃષિ, ટેકનોલોજી અને અન્ય ક્ષેત્રોમાં પહેલ દ્વારા મહિલાઓને સશક્તિકરણ કરવા માટે પ્રતિબદ્ધ છે.
આ પહેલા રક્ષાબંધનના અવસર પર સરકારે રાંધણ ગેસ સિલિન્ડર (૧૪.ર કિગ્રા) ના ભાવમાં ર૦૦ રૂપિયાનો ઘટાડો કર્યો હતો. કેન્દ્રિય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, ઓણમ અને રક્ષાબંધનના તહેવાર પર ભાવમાં ઘટાડો કરીને પીએમ મોદીએ બહેનોને મોટી ભેટ આપી છે. દેશના ૩૩ કરોડ ગ્રાહકોને તેનો ફાયદો થશે.
ઉજ્જવલા યોજના હેઠળ દેશમાં અત્યાર સુધીમાં ૯.પ કરોડથી વધુ કનેકશ્ન આપવામાં આવ્યા છે. આ યોજના ૧ મે ર૦૧૬ ના ઉત્તરપ્રદેશના બલિયામાં શરૃ કરવામાં આવી હતી. સરકારે આ યોજનાની સબસિડી પર નાણાકીય વર્ષ ર૦રર-ર૩ માં કુલ રૂ. ૬,૧૦૦ કરોડનો ખર્ચ કર્યો હતો. યોજના હેઠળ મળતી સબસિડી સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે.
કેન્દ્રએ વર્ષ ર૦ર૪-રપ માં પણ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સિલિન્ડર દીઠ ૩૦૦ રૂપિયાની સબસિડી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. લગભગ ૧૦ લાખ લાભાર્થીઓને લાભ મળશે. તેમને એક વર્ષમાં ૧ર સિલિન્ડર પર સબસિડી મળશે. દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત ૯૦૩ રૂપિયા છે. યોજના હેઠળ સિલિન્ડર ૬૦૩ રૂપિયામાં મળશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial