Advertisement
Author: નોબત સમાચાર

પ્રખ્યાત જ્વેલરો દ્વારા ''ગહેના પ્રિમીયમ જ્વેલરી એક્ઝિબિશન''નું ભવ્ય આયોજન

જામનગરના આંગણે આરામ હોટલમાં એન્ટીક, ડાયમન્ડ, ગોલ્ડ, મોન્ઝોનાઈટ, પોલકી જ્વેલરીનો ખજાનોઃ ધારાસભ્ય રીવાબાના હસ્તે ઉદ્દઘાટન

જામનગર તા. ૮ઃ જામનગરના આંગણે આગામી તા. ૯ અને ૧૦ માર્ચ, ૨૦૨૪ના બે દિવસ માટે આરામ હોટલમાં મુંબઈની ખ્યાતનામ દૃષ્ટિ ઈવેન્ટસ એન્ડ પ્રમોશનલ પ્રા.લિ. દ્વારા પ્રખ્યાત જ્વેલર્સના માધ્યમથી ''ગહેના પ્રિમીયમ જ્વેલરી એક્ઝિબિશન''નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્દઘાટન જામનગરના ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાના હસ્તે કરવામાં આવશે.

આ એક્ઝિબિશનમાં જ્વેલર્સના અતિ આધુનિક, આકર્ષક અને બેનમૂન એન્ટીક, ગોલ્ડ, મોન્ઝોનાઈટનું કલેક્શન સૌનું મન મોહી લેશે.

આ એક્ઝિબિશનમાં બાલાજી જ્વેલર્સ રાજકોટના એમજેઆર જ્વેલર્સ તેમજ એસઆરડી જ્વેલર્સ, સી. મનસુખલાલ જ્વેલર્સ-સુરત તેમજ જ્વેલ વર્લ્ડ જ્વેલર્સ-અમદાવાદ દ્વારા આભૂષણોનું પ્રદર્શન રજુ કરવામાં આવશે.

બાલાજી જ્વેલર્સ દ્વારા આ એક્ઝિબિશનમાં ગોલ્ડ જ્વેલરીની વિશાળ રેન્જ અનેકવિધ વેરાટીઓમાં ડિસ્પ્લેમાં પ્રસ્તુત કરવામાં આવશે. આ ઉપરાંત વેડીંગ કલેક્શન અને મોન્ઝોનાઈટ જ્વેલરીની એક્સક્લુઝીવ આઈટમો પણ જોવા મળશે.

રાજકોટના સુવિખ્યાત એમજેઆર જ્વેલર્સ દ્વારા વેડીંગ કલેક્શન, એન્ટીક જ્વેલરી, ડાયમન્ડ જ્વેલરી, પોલકી જ્વેલરી લેઈટેસ્ટ ડિઝાઈનોમાં રજુ કરવામાં આવશે. તેમના દ્વારા આકર્ષક ઓફરો પણ રજુ કરાશે. જ્યારે બરોડાના એસઆરડી જ્વેલર્સ દ્વારા આ એક્ઝિબિશનમાં ડાયમન્ડ અને પોલકી જ્વેલરીની આધુનિક વિશાળ રેન્જ જોવા મળશે.

સી. મનસુખલાલ જ્વેલર્સ દ્વારા જામનગરમાં પ્રથમ વખત ગોલ્ડ અને ડાયમન્ડ જ્વેલરીની વિશાળ રેન્જ રજુ કરવામાં આવશે.

જ્વેલ વર્લ્ડ જ્વેલર્સ અમદાવાદ દ્વારા પણ આ એક્ઝિબિશનનું પોતાનું ગોલ્ડ અને ડાયમન્ડની વિશાળ રેન્જ આકર્ષક ઓફર સાથે મૂકવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મુંબઈની દૃષ્ટિ ઈવેન્ટસ એન્ડ પ્રમોશનલ કંપનીના ઓર્ગેનાઈઝર ધર્મેશ ખેરગાવકરના નેજા હેઠળ છેલ્લા ૧૦ વર્ષમાં ૩૦૦થી વધુ એક્ઝિબિશનનું સફળ આયોજન કરવામાં આવ્યું છે.

જામનગરના આંગણે યોજાનારા એક્ઝિબિશનનો લ્હાવો લેવા અને જ્વેલરીની ખરીદી કરવા માટે એકવખત અચૂક મુલાકાત લેવા તથા વધુ વિગતો માટે મો. ૯૮૯૨૩ ૯૮૩૬૦ ઉપર સંપર્ક કરવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh