Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડની સગીરા પર ગેંગરેપ ગુજારનાર ત્રણ પરપ્રાંતિયને ૨૦-૨૦ વર્ષની કેદની સજા

ભોગ બનનારને રૃપિયા સાડા દસ લાખ વળતરપેટે ચૂકવાશેઃ

જામનગર તા. ૮ઃ કાલાવડ પંથકમાં ખેતમજૂરી માટે આવીને રહેતા એક પરિવારની ૧૪ વર્ષની સગીરા પર ચારેક વર્ષ પહેલાં મધ્યપ્રદેશના ત્રણ શખ્સે ગેંગરેપ ગુજાર્યાે હતો. તેની ફરિયાદ થયા પછી આરોપીઓને ઝડપી લેવાયા હતા. આ કેસ ચાલી જતાં અદાલતે આરોપીઓને ૨૦-૨૦ વર્ષની કેદની સજા ફટકારી છે. ભોગ બનનાર સગીરાને રૃપિયા સાડા દસ લાખ વળતરપેટે ચૂકવવામાં આવશે.

આ ચકચારી કિસ્સાની વધુ વિગત મુજબ કાલાવડ પંથકમાં ખેતમજૂરી માટે એક પરિવાર આવ્યો હતો. તે પરિવારને જે ખેતરમાં મજૂરીકામ મળ્યું હતું. ત્યાં બાજુમાં આવેલા બીજા ખેતરમાં મૂળ એમપીના અલીરાજ પુર જિલ્લાના જોબટ ગામના હીમેન ચેતનસિંગ, દિનેશ કેરમસિંગ કટારીયા, સુનિલ ગુલાબસિંગ અજનાર સહિતના શખ્સો પણ મજૂરી કામ કરતા હતા.

તે પછી આ શખ્સોએ તે પરિવારની ૧૪ વર્ષની પુત્રી પર કુદ્રષ્ટિ કરી હતી. એક રાત્રે આ સગીરાને ત્યાંથી લઈ જઈ આ શખ્સોએ અન્ય એક ખેતરમાં વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. ગેંગરેપનો ભોગ બનેલી આ સગીરાએ પોતાના પરિવારને તેની વાત કર્યા પછી કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં તેની ફરિયાદ કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા.

ઉપરોક્ત કેસ જામનગરની અદાલતમાં ચાલવા પર આવતા સિનિયર સરકારી વકીલ મુકેશ પી. જાનીએ ફરિયાદી, ભોગ બનનાર સગીરા તથા અન્ય સાહેદોની જુબાની રજૂ કરી પુરાવા પણ આપ્યા હતા. અદાલતે બંને પક્ષકારોની દલીલો સાંભળ્યા પછી આરોપી હીમેન ચેતનસિંગ, દિનેશ કેરમસિંગ, સુનિલ ગુલાબસિંગ અજનારને તક્સીરવાન ઠરાવી ત્રણેય શખ્સને ૨૦-૨૦ વર્ષની કેદની સજા અને રૃા.૧૦-૧૦ હજારનો દંડ ફટકાર્યાે છે. દંડ ભરવામાં ન આવે તો વધુ છ મહિનાની કેદની સજા ફટકારાઈ છે. સગીરાને કમ્પેઈસેશનમાંથી રૃા.૧૦ લાખ ૫૦ હજાર વળતર પેટે ચૂકવવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh