Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહત્તમ તાપમાન ૩ર ડીગ્રી

છેલ્લા ચાર દિવસમાં ૭.પ ડીગ્રી તાપમાન વધ્યુંઃ

જામનગર તા. ૮ઃ જામનગરમાં માવઠા પછી તાપમાનમાં વધારાનો દોર શરૃ થયો છે. ગત્ ચાર દિવસમાં ૭.પ ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ૩ર ડીગ્રીએ પહોંચી ગયું હતું. જેના પગલે ગરમીમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે.

જામનગરમાં થયેલ માવઠું અને તેજીલા વાયરાઓના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. માર્ચ માસમાં પણ જનતાએ જાન્યુઆરી માસ જેવી કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો.

માવઠા પછી નગરમાં તાપમાનમાં વધારાનો દોર શરૃ થઈ ગયો છે. છેલ્લા ચાર દિવસમાં મહત્તમ તાપમાનનો પારો ૭.પ ડીગ્રી ઊંચકાઈને ૩ર ડીગ્રીએ પહોંચી ગયો હતો અને ગત્ ત્રણ દિવસમાં પાંચ ડીગ્રીથી વધુ વધીને લઘુતમ તાપમાન ૧૭.૦પ ડીગ્રી નોંધાયું હતું, જેના પગલે બપોરે હવે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮ ટકા ઘટીને પ૮ ટકા રહ્યું હતું. પવનની ગતિ પ્રતિકલાકની સરેરાશ ૧પ થી ર૦ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh