Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કરચલા પકડવાની બાબતનો ડખ્ખોઃ
જામનગર તા. ૮ઃ જામનગરના બેડેશ્વરમાં અગાઉ થયેલી કરચલા પકડવા બાબતની માથાકૂટમાં બે મહિના પહેલા બે યુવાન પર જીવલેણ હુમલો કરાયો હતો. તે ગુન્હામાં ચાર આરોપીએ જામીન મુક્ત થવા કરેલી અરજી અદાલતે નકારી કાઢી છે.
જામનગરના બેડેશ્વરમાં રંગ મીલ નજીક ગઈ તા.૯ જાન્યુઆરીના દિને કરચલા પકડવાની અગાઉ થયેલી બોલાચાલીનો ખાર રાખી અબુ આમદ સુંભણીયા, અસગર કાસમ સંઘાર પર છરી વડે શબ્બીર કાસમ છરેચા, અનવર હાજી છરેચા સહિતના છ શખ્સે હુમલો કર્યાે હતો.
આ ગુન્હામાં પોલીસે આરોપીઓની ધરપકડ કર્યા પછી જેલહવાલે થયેલા અવેશ ફિરોઝ ગંઢાર, હુસેન કાસમ, કાદર હુસેન, અકરમ હુસેન ગંઢારે જામીનમુક્ત થવા અરજી કરી હતી. તેની સામે એડી. ડીજીપી દીપક ત્રિવેદી તથા મૂળ ફરિયાદીના વકીલ હિતેશ સોનગરા, ચિરાગ સોનગરાએ કરેલી દલીલોને ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીઓની જામીન અરજી નામંજૂર કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial