Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તાજેતરમાં જ કોર્ટે આપ્યો હતો તંત્ર તરફી નિર્ણયઃ બેડીમાં ડે. કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓ ઉપસ્થિતઃ
જામનગરના બેડી વિસ્તારમાં આવેલા રે.સ.નં.૪૦માં સરકારી ખરાબામાં બંગલો ખડકી દેવા અંગે થોડા મહિના પહેલાં બેડીના કુખ્યાત સાયચા સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો હતો. પોલીસે તેની ફરિયાદ નોંધ્યા પછી શરૃ કરેલી તપાસ દરમિયાન વહીવટીતંત્રએ તે સ્થળે ડિમોલિશન માટે પોલીસનો સહકાર માંગ્યો હતો અને થોડા મહિના પહેલાં ડિમોલિશન શરૃ કરાયું હતું. જેમાં કોર્ટનો આશરો લેવાતા ડિમોલિશન અટક્યું હતું. તે પછી કોર્ટે તંત્રની તરફેણમાં હુકમ કરતા આજથી તે બંને બંગલા જેવા મકાનને જમીનદોસ્ત કરવા વહીવટીતંત્ર અને પોલીસતંત્રએ સંયુક્ત રીતે કામગીરી શરૃ કરી છે. બુધવારે પણ બે સાયચા બંધુ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ થઈ હતી. આજે સવારે દબાણ હટાવવા માટે વહીવટીતંત્રના ડેપ્યટી કલેકટર સહિતના અધિકારીઓ અને જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ, સિટી ડીવાયએસપી જે.એન. ઝાલા, સિટી-એ, બી, સીના પીઆઈ એન.એ. ચાવડા, એચ.પી. ઝાલા, જે.વી. ચૌધરી તેમજ એલસીબી, એસઓજીનો કાફલો બંદોબસ્તમાં જોડાયો હતો. પોલીસ તથા વહીવટીતંત્રની ઉપસ્થિતિમાં બંને બંગલા પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આ વેળાએ એસ૫ી પ્રેમસુખ ડેલુએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું હતંુ કે, સાયચા ગેંગના આ દબાણો ઉપરાંત અન્ય શખ્સોના દબાણો પણ હટાવવામાં આવશે. આ માટે મુખ્યમંત્રી તથા ગૃહમંત્રી તરફથી સૂચના આપવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial