Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા નગરપાલિકાનું જનરલ બોર્ડ પાંચમી જાન્યુ.ના મળશે

દરેક વોર્ડમાં સીસીટીવી અને પી.એ. સિસ્ટમ સહિતના ૧૬ મુદ્દાનો એજન્ડાઃ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૧: દ્વારકા નગરપાલિકામાં આગામી પાંચમી જાન્યુઆરીના સોમવારે જનરલ બોર્ડની મિટિંગ મળશે, જેમાં દરેક વોર્ડમાં સીસીટીવી, પબ્લિક એનાઉન્સીંગ સિસ્ટમ સહિત વિકાસલક્ષી ૧૬ મુદ્દા અંગે ચર્ચા બાદ નિર્ણય લેવાશે.

દ્વારકા નગરપાલિકાના સભાખંડમાં આગામી તા. પ-૧-ર૦ર૬ ને સોમવારના નગરપાલિકાની સામાન્ય સભા રાખવામાં આવી છે. સોમવારે સાંજે ૪ કલાકે યોજાનાર આ જનરલ બોર્ડની મિટિંગમાં ચીફ ઓફિસર, નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્યગણની ઉપસ્થિતિમાં ૧૬ જેટલા મુદ્દાઓ અંગે કાર્યવાહી કરવામાં આવનાર છે. આ મિટિંગમાં દ્વારકા શહેરના તમામ સાત વોર્ડમાં સી.સી. ટી.વી. કેમેરા અને પબ્લિ એનાઉન્સીંગ સિસ્ટમ લગાવવાના સર્વેની કામગીરી, ઓક્સિજન સુવિધા સાથેની નવી એમબ્યુલન્સની ખરીદી, ગોમતી ઘાટ સુદામા સેતુ પાસે શંકરાચાર્ય ઘાટનું નામકરણ કરવા, ચીફ ઓફિસર ઓફિસ તથા ક્વાર્ટરમાં બાંધકામ, જીપીઓ શોપીંગ સેન્ટરમાં રીપેરીંગ કામગીરી, ડિમોલીશન કરાયેલ જગ્યાઓ પર ફેન્સીંગ, માયાસર તળાવથી ચરકલા રોડ ડી.આઈ. પાઈપલાઈનને જોડતી ૧૩૦૦ મીટરની પાઈપલાઈન નાખવાની કામગીરી, સનાતન પાસે મુખ્ય પોલીસ મથક તેમજ મીરા ગાર્ડન નજીક સમ્પ બનાવવાની કામગીરી, રબારી ગેઈટથી ઈસ્કોન ગેઈટ સુધી રોડની બન્ને તરફ સ્ટ્રીટ લાઈટ નાખવાની કામગીરી, હાઈ માસ્ટર પોલ ઊભા કરવા તથા સ્મશાનગૃહની કામગીરી, એન.ડી.એચ. હાઈસ્કૂલમાં બે ક્લાસરૂમ, હોલ, ગ્રાઉન્ડ રોડ બનાવવાની કામગીરી, ડીએનપી ઈંગ્લીશ મીડિયમ સ્કૂલમાં એલકેજી-યુકેજી ક્લાસરૂમોમાં રીપેરીંગ કામગીરી, શહેરમાં હયાત પડેલ લેગેસી વેસ્ટ સર્વેની કામગીરી તથા તેના નિકાલના આયોજન સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા-વિચારણા પછી નિર્ણયો લેવામાં આવશે.

દ્વારકા નગરપાલિકાના પ્રમુખ કોમલબેન ડાભી, ઉપપ્રમુખ વિજયભાઈ માણેક, ટાઉન પ્લાનિંગ ચેરમેન વિજયભાઈ બુજડ, કારોબારી ચેરમેન પરેશભાઈ ઝાખરિયા, કારોબારી સભ્ય અંકિતભાઈ સામાણી સહિતના સભ્યગણોના માર્ગદર્શન અને અસરકારક કામગીરીથી દ્વારકા નગરપાલિકા દ્વારા સતત વિકાસલક્ષી કામગીરી હાથ ધરાઈ રહી છે, જેનો લાભ શહેરીજનો તેમજ બહારગામથી આવતા પર્યટકોને અવિરતપણે મળી રહ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh