Advertisement
Author: નોબત સમાચાર

જામનગર સહિત સમગ્ર દેશભરમાં આકાશમાં ક્વોડરેન્ટીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો જોઈ શકાશે

આવતીકાલ તા. ર થી તા. ૪ જાન્યુઆરી સુધી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧: વર્ષ ર૦ર૬ ના પ્રારંભે જ આપણા નભોમંડળમાં ખગોળિય ઘટના બનવા જઈ રહી છે અને આવતીકાલે ર જાન્યુઆરીથી ૪ જાન્યુઆરી દરમિયાન જામનગર સહિત દેશભરના આકાશમાં ક્વોડરેન્ટીડ્સ ઉલ્કાવર્ષા જોવા મળશે. સ્વચ્છ અને શહેરની બહાર અંધકારમય જગ્યાએ કલાકની ૧૦૦ થી વધારે ઉલ્કાઓ જોઈ શકાશે, જો કે આ સમયે ચંદ્ર પણ પ્રકાશીત હોય, ઉલ્કાવર્ષા જોવામાં થોડું વિઘ્ન બનશે.

સૂર્યની પ્રદક્ષિણા કરતા કેટલાક ધૂમકેતુઓ થોડા અવશેષો મૂકી અનંત યાત્રાએ નીકળી પડે છે. પૃથ્વી પોતાની ભ્રમણ કક્ષા દરમિયાન આવા ત્યજી દીધેલ અવશેષો પાસેથી પસાર થાય છે, ત્યારે નાના-મોટા કણો પૃથ્વીના ગુરુત્વાકર્ષણમાં ખેંચાઈ આવે છે અને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણને કારણે સળગી ઊઠે છે, જે આપણને ખરતા તારા સ્વરૂપે નજરે પડે છે અને તેના અવષેશો રાખ સ્વરૂપે પૃથ્વી ઉપર પડે છે અને આવી રાખ દરરોજ આશરે ૪૦ ટન જેટલી જમા થાય છે.

જામનગરના ખગોળ મંડળ દ્વારા આગામી ર જાન્યુઆરીથી ૪ જાન્યુઆરી દરમિયાન રાત્રિના સમયે આ ઉલકાઓનો નજારો નરી આંખે અથવા દૂરબીન જેવા સાધનોની મદદથી નિહાળવા માટે સર્વે ખગોળપ્રેમીઓને જામનગર ખડોળ મંડળના સંયોજક કિરીટ શાહ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh