Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ન્યુ યર સેલિબ્રેશનમાં ૧૦૦થી વધુ લોકો સામેલ હતાઃ ભીષણ આગ સાથે ધૂમાડો છવાયોઃ કારણ અકળ
વાલેસ કેન્ટન તા. ૧: સ્વીટઝરલેન્ડના ક્રેન્સ મોનટાનામાં નવા વર્ષની ઉજવણી માતમમાં ફેરવાઈ ગઈ હતી. નાઈટ કલબમાં પ્રચંડ વિસ્ફોટ થતાં અનેકના મૃત્યુ થયા છે. જયારે ઘણાં લોકો ગંભીર છે. વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે બારની ઈમારતમાં ભીષણ આગ લાગી ગઈ હતી અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતાં.
સ્વીટઝરલેન્ડના પ્રખ્યાત સ્કી રિસોર્ટ ક્રેન્સ મોનટાનામાં નવા વર્ષની ઉજવણી મોતના માતમમાં ફેરવાઈ ગઈ છે. અહીં આવેલી 'લે કોન્સ્ટેલેશન' નામની એક બાર અને લાઉન્જમાં વહેલી સવારે થયેલા ભયાનક વિસ્ફોટને કારણે અનેક લોકોના મોત થયા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
આ દુર્ઘટનાને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી અને નવા વર્ષનો ઉત્સાહ શોકમાં ફેરવાઈ ગયો હતો. સ્થાનિક પોલીસ અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના આજે પરોઢિયે અંદાજે ૧:૩૦ વાગ્યાની આસપાસ બની હતી. જ્યારે પ્રવાસીઓ અને સ્થાનિક લોકો નવા વર્ષ ૨૦૨૬ ના આગમનની ઉજવણી કરી રહૃાા હતા, ત્યારે અચાનક એક જોરદાર ધમાકો થયો હતો.
વિસ્ફોટ એટલો તીવ્ર હતો કે બારની ઈમારતમાં ભીષણ આગ લાગી ગઈ હતી અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. વાલેસ કેન્ટન પોલીસના પ્રવક્તા ગેટન લાથિયોને સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું હતું કે આ વિસ્ફોટમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
જોકે, મૃતકો અને ઘાયલોનો ચોક્કસ આંકડો હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. બચાવ કામગીરી હાલ યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવી રહૃાા છે. વિસ્ફોટનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.
પ્રાથમિક તપાસમાં વિસ્ફોટનું મૂળ કારણ અકળ હોવાનું કહેવામાં આવ્યું છે, પરંતુ નવા વર્ષની ઉજવણી દરમિયાન ફટાકડા કે અન્ય કોઈ જ્વલનશીલ પદાર્થોને કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાની શક્યતાઓ તપાસવામાં આવી રહી છે.
ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને ઈમારતના કાટમાળમાં કોઈ ફસાયું છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. ક્રેન્સ મોનટાના એ સ્વીટઝરલેન્ડનું એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે, જ્યાં શિયાળામાં ખાસ કરીને સ્કીઈંગ અને પાર્ટીઓ માટે મોટી સંખ્યામાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ ઉમટી પડે છે.
આ ઘટનાને પગલે સ્થાનિક પ્રશાસને સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી છે અને પ્રવાસીઓને સાવચેત રહેવા અપીલ કરી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને તસવીરોમાં સળગતી ઈમારત અને નાસભાગના દૃશ્યો જોઈ શકાય છે, જે ઘટનાની ભયાનકતા દર્શાવે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial