Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઈએમએના શતાબ્દી વર્ષની ઉજવણીમાં
જામનગર તા. ૧: અમદાવાદના આંગણે તાજેતરમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના ગૌરવવંતા ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં ગુજરાત સ્ટેટ બ્રાન્ચ અને અમદાવાદ મેડિકલ એસોસિએશન દ્વારા આયોજિત ભવ્ય આઈએમએ નેટકોન ૨૦૨૫' નેશનલ કોન્ફરન્સ એક ઐતિહાસિક સીમાચિહ્ન બની રહી હતી. ગત ૨૭ અને ૨૮ ડિસેમ્બર દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં દેશભરના તબીબી જગતના દિગ્ગજો એકત્ર થયા હતા, જ્યાં તબીબી ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનારા રત્નોને પોંખવામાં આવ્યા હતા. આ ઝળહળતા સમારોહમાં જામનગર માટે એક અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ ત્યારે સર્જાઈ જ્યારે જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજ અને ગુરુ ગોવિંદસિંઘ (જી.જી.) હોસ્પિટલના મેડિસિન વિભાગના પ્રોફેસર અને હેડ તરીકેની મહત્વપૂર્ણ જવાબદારી વહન કરતા ડો. મનીષ એન. મહેતાને તેમના અવિરત સેવા યજ્ઞ બદલ વિશિષ્ટ સન્માન આપવામાં આવ્યું હતું.
જામનગરની જી.જી. હોસ્પિટલ જેવી મોટી સરકારી સંસ્થામાં મેડિસિન વિભાગના વડા તરીકેની જટિલ અને વ્યસ્ત જવાબદારીઓ વચ્ચે પણ સમાજસેવાનો ભેખ ધારણ કરનાર ડો. મનીષ મહેતાને રાજ્યકક્ષાના અત્યંત પ્રતિષ્ઠિત 'ડો. જેઠાલાલ એમ. પટેલ એવોર્ડ' (ડ્ઢિ. ત્નીંરટ્ઠઙ્મટ્ઠઙ્મ સ્. ઁટ્ઠંીઙ્મ મ્ીજં જીીર્હૈિ ઁરઅજૈષ્ઠૈટ્ઠહ ર્ડ્ઢૈહખ્ત ર્જીષ્ઠૈટ્ઠઙ્મ ર્હ્લિ ર્ઝ્રદ્બદ્બેહૈંઅ જીીદિૃૈષ્ઠીજ ૈંહ ેંહ્વિટ્ઠહ ટ્ઠહઙ્ઘ ઇેટ્ઠિઙ્મ છિીટ્ઠજ ૈહ ય્ેદ્ઘટ્ઠટ્ઠિં જીંટ્ઠંી - ૈંહઙ્ઘૈદૃૈઙ્ઘેટ્ઠઙ્મ) થી નવાજવામાં આવ્યા છે. આ એવોર્ડ માત્ર એક પ્રશસ્તિપત્ર નથી, પરંતુ ડો. મહેતા દ્વારા વર્ષોથી ગુજરાતના શહેરી અને છેવાડાના ગ્રામીણ વિસ્તારોમાં કરવામાં આવેલી નિઃસ્વાર્થ તબીબી સેવાની કદર છે. રાજ્યના શ્રેષ્ઠ સિનિયર ફિઝિશિયન તરીકેની તેમની પસંદગી એ સાબિત કરે છે કે તેમણે માત્ર હોસ્પિટલની ચાર દીવાલો વચ્ચે સીમિત ન રહેતા, સમુદાયના સ્વાસ્થ્ય ઉત્થાન માટે જે વ્યક્તિગત ધોરણે પ્રયાસો કર્યા છે, તેની નોંધ સમગ્ર મેડિકલ ફ્રેટરનીટીએ લીધી છે.
આ સન્માન જામનગરના સમગ્ર તબીબી આલમ અને ખાસ કરીને એમ.પી. શાહ મેડિકલ કોલેજ માટે ગર્વનો વિષય બન્યો છે, કારણ કે ડો. મનીષ મહેતાએ શિક્ષણ અને સારવાર બંને ક્ષેત્રે એક આદર્શ પ્રસ્થાપિત કર્યો છે. દર્દીને માત્ર એક કેસ તરીકે જોવાને બદલે 'દર્દીનારાયણ' માનીને સેવા કરવાની તેમની ભાવના અને મેડિકલના વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં તેમનું યોગદાન અનુપમ રહૃાું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial