Advertisement
Author: નોબત સમાચાર

વર્ષના પ્રારંભે જ દેશવાસીઓને મોંઘવારીનો ડામઃ કોમર્શિયલ ગેસમાં રૂ।. ૧૧૧નો વધારો ઝીંકાયો

ઘરેલુ ગેસના ભાવ યથાવત, ઉડ્ડયન ઈંધણના ભાવો ઘટતા હવાઈ મુસાફરી સસ્તી થશેઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧: ૨૦૨૬ના વર્ષના પ્રારંભે જનતાને મોંઘવારીનો ડામ અપાયો છે. કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં રૂ।. ૧૧૧નો વધારો ઝીંકાયો છે. જો કે, ઘર વપરાશના બાટલાના ભાવમાં કોઈ વધારો કરાયો નથી. તે ઉપરાંત બીજા પાંચ જેટલા ફેરફારો કરાયા છે.

નવા વર્ષ ૨૦૨૬ની શરૂઆત સાથે જ આમ જનતા પર મોંઘવારીનો માર પડ્યો છે. ૧ જાન્યુઆરી, ૨૦૨૬થી દેશમાં પાંચ મોટા ફેરફારો અમલી બન્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. ગેસ સિલિન્ડરના ભાવ વધારાથી લઈને મોંઘી કાર સુધી, જાણો આજના પાંચ મુખ્ય ફેરફારો વિશે.

નવા વર્ષ ૨૦૨૬ના પ્રથમ દિવસે જ સામાન્ય જનતા અને વેપારીઓ પર મોંઘવારીનો મોટો ઝટકો લાગ્યો છે. ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ૧૯ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં રૂ. ૧૧૧નો તોતિંગ વધારો ઝીંક્યો છે, જેના કારણે દિલ્હીમાં હવે સિલિન્ડરનો ભાવ રૂ. ૧૫૮૦.૫૦થી વધીને રૂ. ૧૬૯૧.૫૦ અને મુંબઈમાં રૂ. ૧૫૩૧.૫૦થી વધીને રૂ. ૧૬૪૨.૫૦ પર પહોંચી ગયો છે. જોકે, રાહતની વાત એ છે કે ૧૪ કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી, તે એપ્રિલ ૨૦૨૫ના જૂના ભાવે જ ઉપલબ્ધ રહેશે, જેથી ગૃહિણીઓના બજેટમાં હાલ પૂરતી કોઈ વધારાની આર્થિક અસર જોવા મળશે નહીં.

હવાઈ મુસાફરો માટે સારા સમાચાર છે. સરકારે વિમાનના ઈંધણ (એટીએફ)ના ભાવમાં ઘટાડો કર્યો છે. દિલ્હીમાં જેટ ફ્યુઅલની કિંમત રૂ. ૯૯,૬૭૬થી ઘટીને હવે રૂ. ૯૨,૩૨૩ પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. ઈંધણ સસ્તું થવાને કારણે એરલાઇન્સ કંપનીઓ આગામી દિવસોમાં વિમાનની ટિકિટના ભાવ ઘટાડી શકે છે.

વર્ષ ૨૦૨૬માં નવી કાર લેવાનું વિચારી રહૃાા છો, તો તમારે વધુ ખર્ચ કરવો પડશે. ઉત્પાદન ખર્ચ વધવાનું કારણ આપીને ઘણી દિગ્ગજ કંપનીઓએ ભાવ વધારો જાહેર કર્યો છે.

વ્યાપાર ક્ષેત્રે ભારત માટે મોટા સમાચાર છે. ભારત-ઓસ્ટ્રેલિયા વ્યાપાર કરારના ૩ વર્ષ પૂર્ણ થતા, આજથી એટલે કે ૧ જાન્યુઆરી, ૨૦૨૬થી ઓસ્ટ્રેલિયા ભારતથી નિકાસ થતી તમામ વસ્તુઓ પર ઝીરો ટેરિફ(કોઈ ટેક્સ નહીં) લાગુ કરી રહૃાું છે. આનાથી ભારતીય નિકાસકારોને મોટો ફાયદો થશે.

નવા વર્ષના પહેલા મહિને બેન્કોમાં રજાઓ છે. આરબીઆઈની યાદી મુજબ, મકરસંક્રાંતિ અને પ્રજાસત્તાક દિવસ(૨૬ જાન્યુઆરી) જેવી રજાઓ અને વીકેન્ડ્સ મળીને કુલ ૧૬ દિવસ બેન્કોમાં કામકાજ બંધ રહેશે. જોકે, ઓનલાઈન બેન્કિંગ સેવાઓ ૨૪ કલાક ચાલુ રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh