Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકામાં જ
દ્વારકા તા. ૧: દ્વારકામાં છેલ્લા એક દોઢ વર્ષથી પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા આસિસ્ટન્ટ કલેક્ટર અમોલ આવરેને પ્રમોશન સાથે દ્વારકામાં આ જ સ્થળ ઉપર નિયુક્ત કરાયા છે. દ્વારકા ક્ષેત્રદેવ ભૂમિમાં વહીવટી તંત્ર અને કાયદાના ચુસ્ત અમલ માટે જાણીતા આ અધિકારીએ દ્વારકા અને બેટ-દ્વારકા પ્રવાસનના સ્થળો ઉપર સરકારી જમીનોમાં થયેલા વિશાળ દબાણો દૂર કરીને સરકારની કરોડો રૂપિયાની જમીનો ખાલી કરાવી આપી છે. નિષ્ઠા અને હિંમતવાન આ અધિકારીની સરકારે કદર કરીને દ્વારકા ક્ષેત્રના વિકાસ માટે આજ સ્થળ ઉપર પુનઃ નિયુક્ત કરાયા હોય, દ્વારકામાં આનંદ સાથે વિકાસની આશા જાગી છે. ખાસ કરીને દ્વારકા અને બેટ-દ્વારકાના કોરિડોર માટે આ અધિકારી સારી મહેનત કરી રહ્યાં છે. રાજય સરકારમાં સીએમઓથી લઈને સેક્રેટરી કક્ષાના અધિકારીઓ સાથે સંકલન કરી દ્વારકામાં પ્રવાસીઓની સુવિધાઓ અને નવનિયુક્ત યોજનાઓ માટે કામગીરી બજાવી રહ્યાં છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial