Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુખ્યમંત્રી દ્વારા શરૂ થયો છે રાજ્યવ્યાપી કાર્યક્રમ
જામનગર તા. ૧: જામનગર શહેર ભાજપ યુવા મોરચાના પૂર્વ મંત્રી જયેશભાઇ મહેતા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને ઈ-મેઈલ દ્વારા રજુઆત કરતા જણાવેલ છે કે, ટાઈપ-૧ ડાયાબિટીસ એ નાના બાળકોમાં થતાં ડાયાબિટીસ છે તેથી તેને જુવેનાઈલ ડાયાબિટીસ તરીકે પણ ઓળખવામાં આવે છે બાળકોના શરીરમાં કાર્યરત સ્વાદુપિંડ નામનું અંગ કામ કરતું બંધ થઈ જાય ત્યારે જુવેનાઇલ ડાયાબિટીસ થયું કહેવાય છે એટલે કે બાળકોના શરીરમાં ઇન્સ્યુલિન બનતુ બંધ થઈ જાય છે આ અંગ એક વાર કામ કરતું બંધ થઈ જાય પછી ક્યારેય કામ કરતું થતું નથી તેથી આ અંગની કાયમી ખોટ રહી જાય છે એટલે આવા બાળકોને જિંદગીભર કૃત્રિમ ઇન્સ્યુલિન ઇન્જેક્શન દ્વારા આપવું પડે છે આ રોગથી પીડાતા બાળકોને દિવસ દરમિયાન બે થી ચાર વખત ઇન્સ્યુલિન લેવુ પડે છે અને તે ખૂબ જ પીડાદાયક હોય છે અને તે આર્થિક રીતે પણ પરવડે તેમ પણ હોતું નથી એટલું જ નહીં પરંતુ બાળકોના શરીરનું બ્લડ સ્યુગરનું મોનિટરિંગ કરવા માટે તેનું દરરોજ સ્યુગર પણ ચેક કરવું પડે છે જે પણ પીડાદાયક અને ખૂબ જ ખર્ચાળ છે .
ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ટાઈપ-૧ ડાયાબિટીસને નિયંત્રણ કરવા માટેના એક કાર્યક્રમ નો રાજ્ય વ્યાપી પ્રારંભ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તારીખ ૨૪/૧૨/૨૦૨૫ થી કરવામાં આવેલ છે આ કાર્યક્રમ હેઠળ આવા બાળકોને નિઃશુલ્ક ઇન્સ્યુલિન અને સારવાર આપવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. તે ખૂબ જ આવકારદાયક અને સ્તુત્ય પગલું છે અને સરકાર આવા બાળકો માટે હંમેશાં સહાનુભૂતિ રાખે તેવી અપેક્ષા છે.
વધુમાં આવા બાળકો માટે એક વિશેષ રજૂઆત છે કે ટાઈપ -૧ ડાયાબિટીસના બાળ દર્દીઓ ના શરીરમાં હંમેશને માટે પેનક્રિયાસ કામ કરતુ બંધ થઈ ગયું હોય છે તેથી આવા બાળકોને કાયમી ખોડ ખાપણ ધરાવતા બાળકો (ફિઝિકલી હેન્ડીકેપ) તરીકે જાહેર કરવામાં આવે અને ફિઝિકલી હેન્ડીકેપને જે લાભ સરકાર તરફથી મળે છે તેવા તમામ લાભો આ બાળ દર્દીઓને મળે તે માટે યોગ્ય નિર્ણય લેવો જોઈએ.
ટાઈપ-૧ ડાયાબિટીસથી પિડાતા રાજ્યના હજારો બાળકો પ્રત્યે વધુ સહાનુભૂતિ રાખી અને તેના હિતમાં તાત્કાલિક નિર્ણય જાહેર કરવા અમારી માંગણીને ધ્યાનમાં લેવામાં આવે તેમ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial