Advertisement
Author: નોબત સમાચાર

ભીવંડીમાં તપોવન જૈન સંઘ દ્વારા ભવ્યાતિભવ્ય ધાર્મિકોત્સવઃ ભારે ઉત્સાહ

જામનગરથી ખાસ ટ્રેન મારફત હાલારી જૈન સમાજના ૬૦૦થી વધુ લોકો કરશે પ્રસ્થાન

                                                                                                                                                                                                      

જામનગર તા.૧: મુંબઈના ભીવંડીના તમામ જૈન સંઘોના સહયોગથી તપોવન જૈન સંઘ દ્વારા ભવ્યાતિભવ્ય ધાર્મિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પ.પૂ. ધુરંધર વિજયજી વિજયજી મ.સા., મનમોહનસૂરીશ્વરજી મ.સા. અને હેમપ્રભસુરીશ્વરજી મ.સા. સહીતના આદી શ્રમણ- શ્રમણી ભગવંતો મુંબઈના ભીંવડીમાં સૌપ્રથમ વખત પધારતા આ ધાર્મિકોત્સવ યોજવામાં આવ્યો છે. આ ભવ્ય મહોત્સવમાં ભાગ લેવા માટે હાલારી જૈન સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મુંબઇના ભીંવડીમાં સૌપ્રથમ વખત પરમ પૂજય ધુરંધરવિજયજી વિજયજી મ. સા. મનમોહનસૂરીશ્વરજી મ.સા. અને હેમપ્રભસૂરીશ્વરજી મ. સા. સહીતના આદી શ્રમણ - શ્રમણી ભગવતી પધારી રહૃાા હોય જાજરમાન ધાર્મિકોત્સવનું આયોજન ભીવંડીના તમામ જૈન સંઘોના સહયોગથી તપોવન જૈન સંઘ દ્વારા કરવામાં આવ્યું છે

આ ભવ્યાતિભવ્ય ધાર્મિકોત્સવમાં ભાગ લેવા હાલારી જૈન સમાજના ૬૫૦ લોકો ખાસ ટ્રેન મારફત જશે ૨ જાન્યુઆરીના વ્રજ - હેમ હાલાર સ્પેશ્યલ ટ્રેન જામનગર સ્ટેશનેથી રાત્રિના ૮.૩૦ કલાકે પ્રસ્થાન કરશે. આ ધાર્મિકોત્સવને અનુલક્ષીને હાલારી જૈન સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહૃાો છે. મુંબઇના ભીવંડીના આંગણે સર્વ પ્રથમ - વખત રમ પૂજય ધુરંધરવિજયજી વિજયજી મ.સા. મનમોહનસૂરીશ્વરજી મ. સા. અને હેમપ્રભસૂરીશ્વરજી મ.સા. સહીતના આદી શ્રમણ-શ્રમણી ભગવંતો પધારી રહૃાા હોય ખાસ અને ભવ્ય ધાર્મિકોત્સવનું આયોજન કરાયું છે . ત્યારે આ ધમોત્સવમાં હાલારી જૈન સમાજના ૬૫૦ લોકો ભાગ લેશે . આ માટે હાલારી વિશા ઓશવાળ આદીજીન ટ્રસ્ટ દ્વારા રેલવે વિભાગના નિયમ મુજબ ખાસ ટ્રેન બુક કરાવી છે. આ સ્પેશિયલ ટ્રેન તા. ૨ જાન્યુઆરીના રાત્રિના ૮.૩૦ ના જામનગર સ્ટેશનેથી પ્રસ્થાન કરશે અને તા.૩ જાન્યુ.ના બપોરે ૧૨ વાગ્યાની આસપાસ ભીંવડી  પહોંચશે.

આ માટે હાલારી જૈન સમાજના શ્રાવક-શ્રાવિકાઓ તડામાર તૈયારીમાં લાગ્યા છે. તા.૩ ધર્મોત્સવ દરમ્યાન જાન્યુઆરીના બપોરે ૨.૩૦ કલાકે જામનગર - ગુજરાતથી ખાસ ટ્રેન મારફત પધારેલા ભાવિકોનું વાજતે ગાજતે ભીવંડી રેલવે સ્ટેશનથી અભિવાદન - સ્વાગત કરવામાં આવશે. સાંજે ચોવિહાર, રાત્રે ૭.૩૦ કલાકે મારા ગુરૂરાજ પધારે છે એક સુંદર કાર્યક્રમ, જૈનાચાર્યોએ હાલારી સમાજ ઉપર વરસાવેલી કૃપાની સ્મૃતિ દર્શાવતી જીવંત પ્રસ્તુતિ દર્શાવતું નાટક રજૂ કરવામાં આવશે. તા.૪ જાન્યુઆરીના સવારે નવકારશી, ૮.૪૫ કલાકથી અશોકનગરથી સાજન, માજન ઢોલ- નગારા, પરમાત્માના રથ, પૂજય ગુરૂ ભગવંતોની પ્રતિકૃતિઓ, બગીઓ . મંડળીઓ, ૪૫ આગમની રચનાઓ, સંગીતની સૂરાવલીઓ સાથે તા.૧૧-૨-૨૦૨૬ના ભીવંડીમાં દીક્ષા ગ્રહણ કરનારા બે બાલમુમુક્ષુ શીલ અને સંયમ તેમજ હજારો ગુરુરૂ ભકતોના સંગાથે ગુરૂભગવંતોની જાજરમાન પ્રવેશયાત્રા ભીવંડીના રાજમાર્ગો પર ફરી જયણા મંગલ સંઘમાં ઉતરી અને પૂજય ગુરૂભગવંતોના વધામણા સાથે પ્રવચન ડોમમાં પધારશે અને પ્રવચન કરશે. બપોરે ભીવંડીના સમસ્ત જૈન તેમજ બહારથી આવેલા તમામ સાજન - માજન અને મહેમાનોનું સ્વામિ વાત્સલ્ય જમણનું આયોજન કરાયું છે. તા.૫ જાન્યુઆરીના સવારે ૮.૩૦ કલાકે જયણા મંગલ સંઘથી તપોવન સંઘમાં પૂજય ગુરૂભગવંતોનો પ્રવેશ, માંગલિક પ્રવચન તેમજ હાલારના હીરલા આચાર્યદેવ કુંદકુંદસૂરીશ્વરજી મ.સા.ની ભકિત સ્વરૂપ આરંભેલ મોક્ષદંડકનું પૂજન કરાશે. ભીવંડીમાં પૂજય ગુરૂ ભગવંતોની સ્થિરતા અને નિશ્રા દરમ્યાન તા.૨૫ જાન્યુઆરીથી તા .૩ એપ્રિલ સુધી અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જેમાં તપોવન જિનાલયમાં ધ્વજારોહણ, વિમલનાથપ્રભુનો અંજન - પ્રતિષ્ઠા મહોત્સવ, સતરભેદી પૂજા સહીતના અનેકવિધ કાર્યક્રમોનો સમાવેશ થાય છે. ભીવંડી એટલે હલારના બાવન ગામનું એક પીંડ છે.

હાલારના ઇતિહાસમાં સૌપ્રથમ વખત જૈનાચાર્ય ૫ પૂ હાલારના હીરલા આચાર્યદેવ કુંદકુંદસૂરીશ્વરજી મહારાજ અને પે. પૂ.હાલારરત્ન મુનરાજ મહાસેનવિજયજી મહારાજે હાલારના ઘર-ઘરમાં રમાં જૈનધર્મની જયોત પ્રગટાવી.૫.પૂ. હાલાર કેસરી આચાર્યદેવ જીનેન્દ્રસૂરીશ્વરજી મહારાજે પણ હાલારી ભાઇઓને ધર્મ પમાડવા તમામ પ્રયત્ન કર્યા . ૫.પૂ. ગચ્છસ્થવિર આચાર્યદેવ લલીતશેખરસૂરીશ્વરજી મહારાજ તથા પ.પૂ. આચાર્યદેવ રાજશેખરસૂરીશ્વરજી મહારાજે ભીવંડી - મુંબઇમાં સવિશેષ વિચરણ કુરી હાલારી બંધુઓને ધર્મમાં જોડયા હતાં. આચાર્યદેવ અક્ષયબોધિસૂરીશ્વરજી મહારાજ અને પ્રગલ્ભ આચાર્યદેવ મહાબોધસૂરીશ્વરજી મહારાજે પણ હાલારી પ્રજામાં ધર્મના સંસ્કારોના સીંચનના પ્રયત્ન કર્યા . તેમાં હાલાર અને જામનગરમાં સવિશેષ રીતે ધર્મજાગૃતિના યશસ્વીપાત્ર પૂજય પંન્યાસ વજ્રસેનવિજયજી મહારાજ અને ૫.પૂ. આચાર્યદેવ હેમપ્રભસૂરીજી મહારાજ કે જેઓ પોતાના ગુરૂમહારાજના શબ્દોને સંપૂર્ણપણે ચરિતાર્થ કરી રહૃાા છે . ત્યારે ભીવંડીના આંગણે જૈન ગુરૂભગવંતો પ્રથમ વખત પધાવતા હાલારી જૈન સમાજના લોકોમાં ભારે ઉત્સાહ અને આનંદની લાગણી જોવા મળી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh