Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહિલાઓ સહિત નવને ઈજાઃ પોલીસ દોડીઃ સચાણામાં ચાંપતો બંદોબસ્તઃ
જામનગર તા. ૧: જામનગર નજીકના સચાણા ગામમાં માછીમારી જાળના બાકી રહેતા રૂપિયા એકાદ લાખની ઉઘરાણીના મામલે ગઈકાલે સાંજે એક ટોળાએ છરી સહિતના તિક્ષણ હથિયારો સાથે એક પરિવાર પર હલ્લો કર્યાે હતો. જેમાં મહિલાઓ સહિત દસ વ્યક્તિ ઘવાયા હતા અને તેમાંથી એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે. પોલીસે હત્યાનો ગુન્હો નોંધી ચૌદેય આરોપીના સગડ દબાવ્યા છે અને સચાણામાં ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો છે.
જામનગર-જોડિયા ધોરીમાર્ગ પર આવેલા સચાણા ગામમાં ગઈકાલે સાંજે પાંચેક વાગ્યે બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું થતાં તંગદિલી પ્રસરી ગઈ છે. આ બાબતની સચાણાના તળાવ ફળીયામાં રહેતા હાજી બચુભાઈ કકલ નામના યુવાને ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ હાજી બચુભાઈએ કેટલાક સમય પહેલાં સચાણાના જ અકબર દાઉદ બુચડ પાસેથી માછીમારી માટેની જાળ ખરીદી હતી. તેના પૈસાની બાબતે હાજી બચુભાઈ તથા અકબર વચ્ચે મનદુખ ઉભુ થયું હતું.
આ બાબતનો ખાર રાખી ગઈકાલે સાંજે અકબર દાઉદ ઉપરાંત ઉમર દાઉદ, સીદીક દાઉદ, જાફર ઉમર, ઈમરાન ઉમર, અફઝલ ઉમર, જુસબ ઓસમાણ ગંઢાર, સુલ્તાન જાકુ બુચડ, આબીદ હાજી સાયચા, ઝાકીરહુસેન જુમાઅલી જામ, શબ્બીર અસગર બુચડ, જીલાની અસગર બુચડ, જાવેદ જુમાઅલી તથા જુમા અલી જામ નામના ચૌદ શખ્સે છરી સહિતના તિક્ષણ હથિયારો ધારણ કરી હલ્લો કર્યાે હતો.
આ શખ્સોએ માછીમારીની જાળના બાકી રહેતા રૂ।.૧ લાખના મામલે હાજી બચુભાઈના ઘરે ધસી આવી ઉઘરાણી કર્યા પછી હાજી બચુભાઈ તેમજ તેમના પરિવારના ત્રણ મહિલા સહિતના વ્યક્તિઓ પર જીવલેણ હુમલો કર્યાે હતો. જેમાં અકબર દાઉદે પોતાની પાસે રહેલી છરી ઈસ્માઈલભાઈને પરોવી દેતા આ યુવાનને ગંભીર ઈજા થઈ હતી.
બઘડાટી અંગે કોઈએ પોલીસને જાણ કરતા પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પીઆઈ એમ.એન. શેખના વડપણ હેઠળ ધસી આવ્યો હતો. પોલીસે આ હુમલામાં ઘવાયેલા દસેય વ્યક્તિને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડ્યા હતા જ્યાં તબીબોએ ઈજાગ્રસ્તોની શરૂ કરેલી સારવાર દરમિયાન ઈસ્માઈલભાઈ સંઘારે દમ તોડી દેતા આ મામલો હત્યામાં પલટાઈ ગયો છે. પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ચૌદેય હુમલાખોરો સામે ગુન્હો નોંધ્યો છે. ઈજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે. તે દરમિયાન સચાણામાં મામલો વધુ ન બિચકે તે માટે પોલીસે સઘન બંદોબસ્ત ગોઠવી દીધો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial