Advertisement
Author: નોબત સમાચાર

અરજદારની બેદરકારીથી વ્યાજમાફી મળી નથીઃ ગ્રાહક ફોરમનો આદેશ

બીઓબી સામે કરાઈ હતી ફરિયાદઃ

જામનગર તા.રપ : જામનગરના એક આસામીએ સરકારના નિયમ મુજબ વ્યાજ માફીનો લાભ મળ્યો ન હોવાની રાવ સાથે બેંક ઓફ બરોડા સામે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી હતી. ફરિયાદીની બેદરકારી હોવાથી તેઓને વ્યાજ માફી મળી નથી તેવી દલીલ કરાતા ફોરમે ફરિયાદ રદદ્દ કરવાનો હુકમ કર્યાે છે.

જામનગરના મહેશભાઈ વલ્લભભાઈ દુધાગરા નામના આસામીએ બેંક ઓફ બરોડા પાસેથી ગઈ તા.૧૧-૫-૨૩ના દિને કેસીસી લોન મેળવી હતી. તે લોન એક વર્ષમાં ભરપાઈ કરાય તો ખેડૂતને તેના પરનું વ્યાજ માફી આપવું તેવો હુકમ અમલમાં હતો.

તે પછી મહેશભાઈએ તા.૧૩-૫-૨૪ના દિને રૂ.૩ લાખ જમા કરાવ્યા હતા. તેથી તેઓને સરકારના નિયમ મુજબ રૂ.૨૧ હજારની રકમ વ્યાજ માફી પેટે મળવાપાત્ર હતી. તે રકમ ન મળતા મહેશભાઈએ ગ્રાહક તકરાર નિવારણ ફોરમમાં બેંક સામે ફરિયાદ નોંધાવી હતી.

તે ફરિયાદ ચાલવા પર આવતા બેંક દ્વારા દલીલ કરાઈ હતી કે, શનિ તથા રવિવારની રજા હોવાથી આ રકમ બે દિવસ મોડી જમા કરાવાઈ છે. તેથી વ્યાજ માફીનો લાભ મળ્યો નથી. ફોરમે અરજદારની બેદરકારી હોવાથી તેઓને વ્યાજ માફીનો લાભ ન મળી શકે તેમ ઠરાવી ફરિયાદ રદ્દ કરવાનો હુકમ કર્યાે છે. બેંક તરફથી વકીલ નરેન્દ્રસિંહ જેઠવા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh