Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સૌથી વધુ ચૂકવણુ ઓશવાળ આયુષને...
જામનગર તા. રપઃ અમદાવાદ ની ખ્યાતિ હોસ્પિટલને પીએમજેએવાય યોજના અન્વયે કરોડોનું ચૂકવણુ થયા પછી ગેરરીતિ પ્રકાશમાં આવતા સરકારે તમામ હોસ્પિટલનું ઓડીટ કરવા આદેશ કર્યો હતો.
હોસ્પિટલોમાં ઓડીટ કામગીરી અંગે સરકારના આદેશ મુજબ જામનગરની આઠ હોસ્પિટલમાં ઓડીટ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જામનગરની જે અન્વયે ઓશવાળ આયુષ હોસ્પિટલને રૂ. ૪.૬પ કરોડ, અને જી.જી. હોસ્પિટલને રૂ. ર કરોડ ૩ર લાખની ચૂકવણી કરવામાં આવી હતી.
છેલ્લા દસકામાં ૩ર૦૯૦ લાભાર્થીઓને રૂ. ૯ર.૩૮ કરોડની રકમ સરકાર, વીમા કંપની દ્વારા ચૂકવણી થઈ છે.
જામનગરની આઠ હોસ્પિટલનું ઓડીટ થયું છે. તેમાં ઓશવાળ આયુષ, જી.જી. હોસ્પિટલ, જેસીસી, દ્વારકેશ, નિરામય, આણદાબાવા કીડની ડાયાલીસીસ સેન્ટર અને બરોડા હાર્ટ હોસ્પિટલનો સમાવેશ થાય છે. હવે આગામી દિવસોમાં આઈકેર સ્ટાર, શંકુશ, ડીવાઈન, જેસીસી હાર્ટ ડેન્ટલ કોલેજ વિગેરેનું ઓડીટ થશે.
જામનગર શહેર-જિલ્લામાં પીએમજેએવાય યોજનાના પ૭૯પ૦ર કાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા છે. તેમાંથી ૩ર૦૯૦ લાભાર્થીઓને સરકાર અને વીમા કંપનીઓ દ્વારા ચૂકવણું થયું છે.
ઓશવાળ આયુષ હોસ્પિટલને રૂ. ૪.૬પ કરોડ, જી.જી. હોસ્પિટલમાં ૧૯ર૭ દર્દીઓના રૂ. ર.૩ર કરોડ, બરોડા હાર્ટ ઈન્સ્ટિટયુટને પ૦૮ દર્દીઓના રૂ. ૧.૮૮ કરોડ, જેસીસી હાર્ટ ઈન્સ્ટિટયુટને ૧પ૪ દર્દીઓના રૂ. ૧.૧૩ કરોડ, જામનગર ક્રિટીકલ કેરને ૪પ૮ દર્દીઓના રૂ. ૧ કરોડ, શંકુશ હોસ્પિટલને ૩પ૧ દર્દીઓના રૂ. ૩૯ લાખ, સ્ટાર હોસ્પિટલના ૧ર૪ દર્દીઓના રૂ. ૬૮ લાખ, સમર્પણ હોસ્પિટલના ર૯૦ દર્દીઓના ૬પ લાખ, ડીવાઈન હોસ્પિટલના ૧ર૭ દર્દીઓના રૂ. ૪ર લાખ, આઈકેર હોસ્પિટલના ર૪૮ દર્દીઓના રૂ. ૪૩ લાખ, આણદાબાવા કીડની હોસ્પિટલના ૯૩ દર્દીઓના રૂ. ૧૯ લાખ, અવધ હોસ્પિટલના ૩૬ દર્દીઓના રૂ. ૧૬ લાખ, સ્પંદન હોસ્પિટલના પ૮ દર્દીઓના રૂ. ૧૪ લાખ, દ્વારકેશ હોસ્પિટલના ર૭ દર્દીઓના રૂ. ૩.૯૭ લાખ, નિરામય હોસ્પિટલના ર૬ દર્દીઓના રૂ. ૧.૯૩ લાખ અને ડેન્ટલ હોસ્પિટલના ૪ દર્દીઓના રૂ. ૧.ર૮ લાખ ચૂકવાયા છે. આગામી દિવસોમાં અન્ય સાત હોસ્પિટલના ઓડીટ કરવામાં આવનાર છે. હવે સરકારે નવી એસઓપી અમલમાં મૂકી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial