Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લાના આઠ મંડલોના પ્રમુખો નિમાયા

ઓખા અને ખંભાળીયા તાલુકાઓ સિવાયના

ખંભાળીયા તા. રપઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે તાલુકાઓ સિવાયના આઠ મંડલોના પ્રમુખોની ચૂંટણી પ્રક્રિયા પછી નામોની યાદી જાહેર થઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપ દ્વારા તાજેતરમાં મંડલોની ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેમાં જિલ્લા ભાજપના ચૂંટણી અધિકારી હિરેનભાઈ હિરપરા, મદદનીશ જિલ્લા ચૂંટણી અધિકારી ધર્મરાજસિંહ જાડેજાના નેતૃત્વમાં ચૂંટણી પ્રક્રિયા થઈ હતી, જેમાં દરેક મંડલમાં અનેક ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતાં. જેમાં નવા નિયમો મુજબ ૪૦ વર્ષથી નીચેના અને સતત છ વર્ષથી ભાજપમાં હોય તેવા તથા હોદ્દાના અનુભવી જિલ્લા તાલુકામાં કામ કર્યુ હોય તેવા પાલિકામાં ક્યાંય સદસ્ય હોદ્દો ના હોય તેવા આઠ મંડલોના નવા પ્રમુખો જાહેર થયા હતાં.

ભાણવડ તાલુકામાં અલ્પેશભાઈ પરબતભાઈ પાથર, ભાણવડ શહેરમાં અજયભાઈ વીરમભાઈ કારાવદરા, ખંભાળીયા શહેરમાં મિલનભાઈ અજીતભાઈ કિરતસાતા (જોશી), કલ્યાણપુર તાલુકામાં વલ્લભભાઈ કુરજીભાઈ હડીયલ, દ્વારકા તાલુકામાં વિક્રમસિંહ ખેંગારભા સુભણીયા, દ્વારકા શહેરમાં કિશનભાઈ વાયડા, સલાયા શહેરમાં ચિરાગભાઈ તન્ના તથા જામરાવલમાં સચીનભાઈ અગ્રાવતની નિમણૂક કરાઈ છે.

જિલ્લાના બે મંડલો ઓખા તથા ખંભાળીયા તાલુકાના મંડલ પ્રમુખ હવે પછી જાહેર થશે. આગામી સમયમાં દ્વારકા જિલ્લામાં દ્વારકા, સલાયા, ભાણવડ નગરપાલિકાની ચૂંટણીઓ છે. ત્યારે આ મંડલ પ્રમુખોની કામગીરી મહત્ત્વની બનશે.

નવા મંડલ પ્રમુખોને રાજયમંત્રીશ્રી મૂળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી, મહામંત્રીઓ યુવરાજસિંહ વાઢેર, રસીકભાઈ નકુમ, ભરતભાઈ ગોજીયા, રાજુભાઈ સરસીયા, કશ્યપભાઈ કેર દ્વારા અભિનંદન અપાયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh