Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજીત
જામનગર મહાનગરપાલિકા દ્વારા તા. ર૦ ઓગસ્ટથી ૩ સપ્ટેમ્બર સુધી એટલે કે ૧પ દિવસ માટે પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મહાનગરપાલિકા દ્વારા કંટ્રોલ રૂમ માટેનો, ફાયર માટે તેમજ અન્ય સેવા માટે મંડપ ઊભા કરવામાં આવ્યા હતાં.
માત્ર ૧પ દિવસ માટે મંડપ ઊભા કરવામાં આવ્યા હતાં જેનું માત્ર ભાડુ અધધ ૩૪ લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યું છે. આ માટે ગઈકાલે મળેલી સ્ટેન્ડીંગ કમિટીમાં મંજુરી આપવામાં આવી હતી. એટલે કે દરરોજનું ભાડુ સવા બે લાખ થાય. એવા તે ક્યા મંડપ ઊભા કરાયા હતાં? ભપકાદાર લગ્ન સમારોહમાં આખુ સમગ્ર ડેકોરેશનનો ખર્ચ પણ દરરોજનો સવા બે લાખ થતો નથી તો બે-ચાર માંડવા ખોડીને તગડી રકમ ગુપચાવી લેવામાં કોણે કળા કરી?
અત્રે ઉલ્લેખનિય છે કે, મહાનગરપાલિકાના અમુક ખર્ચા ક્યારેય ગળે ઉતરે તેવા હોતા નથી.
સત્તા પક્ષ ભાજપ દ્વારા નાણાની રીતસર લ્હાણી કરવામાં આવે છે. તેમાં અધિકારીઓ પણ આંખ બંધ કરીને સહયોગ આપે છે.
આ મંડપ-કમાન ભાડાના ખર્ચ અંગે મનપાના મેદાનમાં તરેહ-તરેહની ચર્ચા સાંભળવા મળી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial