Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બાઈક પર જતા બે યુવાનને થઈ ગંભીર ઈજાઃ
જામનગર તા. ૨૫: લાલપુરના કાનાલુસથી પડાણા તરફના માર્ગ પર સોમવારે રાત્રે ડબલસવારી બાઈકને ઈકો સ્પોર્ટ મોટરે ઠોકર મારી અકસ્માત નિપજાવ્યો હતો બાઈક પરથી ફંગોળાયેલા આરબલુસના બે યુવાન ઘવાયા છે. જ્યારે બાઈકને ઠોકર મારી પુલીયાની પાળી સાથે મોટર ટકરાઈ પડતા તેના ચાલકનું મૃત્યુ થયું છે.
લાલપુર તાલુકાના આરબલુસ ગામના મજબૂત સિંહ રણજીતસિંહ જાડેજા તથા તેમના મિત્ર હસમુખભાઈ રવજીભાઈ સોલંકી સોમવારે રાત્રે સાડા અગિયારેક વાગ્યે લાલપુરના કાનાલુસથી પડાણા તરફ જતા માર્ગ પર જીજે-૧૦ બીકે ૯૮૯૬ નંબરના મોટર સાયકલ પર જતા હતા.
તેઓ જ્યારે કાનાલુસ નજીક રેલવે ફાટક પાસે પહોંચ્યા ત્યારે જીજે-૧૨-સીજી ૨૩૮૯ નંબરની ઈકો સ્પોર્ટ મોટર પુરપાટ ઝડપે ધસી આવી હતી. તે મોટરના ચાલકે બાઈકને ઠોકરે ચઢાવ્યું હતું. જેના પગલે બાઈક પરથી ફંગોળાયેલા મજબૂતસિંહને જમણા હાથ-પગમાં ગંભીર ઈજા થઈ હતી. જ્યારે પાછળ બેસેલા હસમુખભાઈને પગમાં ગંભીર ઈજા પહોંચી હતી.
અકસ્માત સર્જી ઈકો સ્પોર્ટ તે જ સ્પીડમાં પુલીયાની પાળી સાથે ટકરાઈ પડી હતી. જેમાં મોટરના ચાલકને ગંભીર ઈજા થઈ હતી. તેઓનું મૃત્યુ નિપજ્યું છે. ઈજાગ્રસ્ત મજબૂતસિંહ તથા હસમુખભાઈને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આરબલુસના દિનેશસિંહ લખુભા જાડેજાએ મેઘપર પોલીસ સ્ટેશનમાં ઈકો સ્પોર્ટના ચાલક કાનાલુસના સાગર રાજસી પરમાર સામે ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial