Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગૃહિણિઓના રોજિંદા બજેટ ખોરવાયા
નવી દિલ્હી તા. રપઃ દેશમાં ઘઉંના લોટના ભાવમાં ધરખમ વધારો થયો છે. ભાવ ૧પ વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો છે. ડિસેમ્બરમાં લોટની કિંમત ૪૦ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગઈ છે. આ કિંમત જાન્યુઆરી-ર૦૦૯ પછી સૌથી વધુ છે.
ભારતમાં જ્યાં ઘઉંનો લોટ એ રોજિંદા આહારનો આવશ્યક ભાગ છે, લોટના ભાવમાં સતત વધારો થવાથી ગૃહિણીઓના બજેટ ખોરવાય ગયા છે. આ સમસ્યા એટલા માટે વધી છે, કારણ કે લોટના ભાવ ૧પ વર્ષમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. આ વધારાની અસરથી ગ્રામીણ વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થઈ રહ્યાં છે. અહીં પરિવારોના ખર્ચમાં વધારો થયો છે, અને તેના કારણે એફએમસીજી ક્ષેત્રનો વિકાસ પણ ધીમો પડ્યો છે.
રિપોર્ટ અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં એફએમસીજી સેકટરની વૃદ્ધિ ૪ ટકા રહી છે, જે ગયા વર્ષની સરખામણીમાં ધીમી છે. તેવી જ રીતે શહેરી વિસ્તારોમાં પણ એફએમસીજીનો વિકાસ ધીમો પડીને ૪.પ ટકા થયો છે. ખાસ વાત એ છે કે, ઘઉંના લોટની કિંમત આ ધીમી વૃદ્ધિ સૌથી મોટું કારણ બની છે.
ડિસેમ્બરમાં લોટની આ કિંમત જાન્યુઆરી-ર૦૦૯ પછી સૌથી વધુ છે. લોટના ભાવમાં આ વધારાને કારણે ખાદ્ય મોંઘવારી પર અંકુશ લાવવાના સરકારના પ્રયાસોને મોટો ફટકો પડવાની શક્યતા છે.
હકીકતમાં ગ્રામીણ ભારતમાં લોટની વધતી કિંમતોએ દેશના પરિવારોનું બજેટ બગાડ્યું છે. ગ્રામીણ વિસ્તારોમાં લોટ લોકોના માસિક ખર્ચનો મોટો ભાગ બનાવે છે, પરંતુ ઘઉંના લોટના ભાવમાં હજુ પણ વધુ વધારો થવાની સંભાવના છે, કારણ કે ઘઉંના ઓછા ઉત્પાદનને કારણે સરકાર પસો તેનો સ્ટોક પણ ઓછો છે, જે માંગ વધુ તો તેના ભાવમાં વધારાનું કારણ બની શકે છે.
કેટલીક એફએમસીજી કંપનીઓએ સંકેત આપ્યો છે કે, તેઓ કાચા માલની વધતી કિંમતોનો સામનો કરી રહી છે. જેના કારણે તેઓ ઘણા ઉત્પાદનોની કિંમતો વધારવા માટે દબાણ હેઠળ છે. શહેરી વિસ્તારોમાં ખાદ્ય ફુગાવો ૧૧.૧ ટકાના દરે વધ્યો છે, જે છેલ્લા ૧પ મહિનામાં સૌથી વધુ છે. આ વધારાની અસર એફએમસીજીના ભાવ પર પડી છે. આ વધારાને ધ્યાનમાં રાખીને એફએમસીજી કંપનીઓ આગામી કેટલાક મહિનામાં ભાવમાં વધુ વધારો કરી શકે છે.
ફુગાવાના કારણે શહેરી વિસ્તારોમાં ઘર દીઠ સરેરાશ ખર્ચમાં પણ વધારો થયો છે, જે બે વર્ષમાં ૧૩ ટકા વધ્યો છે. એકંદરે, ખાદ્ય ફૂગાવાની અસર સમગ્ર દેશમાં એફએમસીજી ક્ષેત્ર પર સ્પષ્ટ દેખાઈ રહી છે. જો કે, સરકાર અને કંપનીઓ તેને કાબુમાં લેવાના પ્રયાસો કરી રહી છે, તેમ છતાં મોંઘવારીનું દબાણ લાંબા સમય સુધી ચાલુ રહી શકે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial