Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શિક્ષણ ક્ષેત્રે અધોગતિ !
જામનગર તા. રપઃ દેવભૂમિ દ્વેારકા જિલ્લામાં અન્ય જિલ્લાના શિક્ષકો વધુ નોકરી કરે છે, જ્યારે ચાલુ વર્ષમાં ૧૦૦ ટકા જિલ્લા ફેરની છૂટ આપતા જિલ્લામાંથી ખૂબ જ મોટી સંખ્યામાં શિક્ષકોની બદલી થયેલ છે. જેના કારણે વધુ જગ્યા ખાલી થયેલ છે. હાલ જિલ્લામાં પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ૧ર૦૦ જગ્યા ખાલી હતી. જિલ્લા ફેરબદલીના જનરલ રાઉન્ડમાં ૭૦ અરજીઓ મળેલ. આ મુજબ હાલ કુલ ૧ર૭૯ જગ્યાઓ ખાલી છે. જિલ્લાનું મંજુર મહેકમ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક વિભાગમાં ૩૧૩૪ છે. માટે હાલ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મંજુર મહેકમ પ્રમાણે ૪૦.૮૧ ટકા ઘટ છે. હાલ ૬૦.૧૯ ટકાથી બાળકોનું શિક્ષણ કાર્ય ચાલી રહ્યું છે. આ ઘટની અસર બાળકોના શિક્ષણ પર ખૂબ જ થાય છે, માટે આગામી શિક્ષકોની ભરતી થવાની હોય, તેમાં સરકારના નિયમોસાર ૧૦ ટકા ઘટ રાખી ૩૦.૮૧ ટકા મુજબની જગ્યાઓ ૧૧પર ફાળવી આપવા પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા સાંસદ પૂનમબેન માડમ અને મંત્રી મૂળુભાઈ બેરાને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial