Advertisement
Author: નોબત સમાચાર

જૂના બંદર પર વધુ ત્રણ ક્રુ મેમ્બરવાળી બોટ મળી આવી

માછીમાર સામે કાર્યવાહીઃ

જામનગર તા. ૨૫: જામનગરના બેડીના જૂના બંદર પર એક બોટમાંથી રજીસ્ટ્રેશન પરમીટ કરતા વધુ ત્રણ ક્રુ-મેમ્બર મળી આવતા આ બોટના ટંડેલ સામે પોલીસે કાનૂની કાર્યવાહી કરી છે.

જામનગરના બેડીમાં આવેલા જૂના બંદરની જેટી પર ગઈકાલે સાંજે દરિયાઈ જાફરી નામની અને આઈએનડી જીજે-૧૦-એમએમ ૧૧૮૦ નંબરની બોટ આવી હતી.

તે બોટની બેડી મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે તલાશી લેતાં તેમાં રજીસ્ટ્રેશન કોલમાં દર્શાવેલી સંખ્યા કરતા વધુ ત્રણ ક્રુ-મેમ્બર મળી આવતા બેડીમાં રહેતા માછીમાર અને આ બોટના ટંડેલ સદામ મામદ કકલ સામે રજીસ્ટ્રેશન પરમીટના ભંગ અંગેનો ગુન્હો નોંધાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh