Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યુક્રેનના રાષ્ટ્રપતિએ કિમજોંગ-પુતિનની નિકટતાને જોખમી ગણાવીઃ
નવી દિલ્હી તા. રપઃ રશિયા તરફથી યુદ્ધમાં લડી રહેલા ઉ. કોરિયાના ૩૦૦૦ સૈનિકોનો ખાત્મો કર્યો હોવાનો દાવો કરતા યુક્રેનના રાષ્ટ્રપતિએ રશિયા અને ઉ. કોરિયાની નીકટતાને ભયજનક ગણાવી છે.
રશિયા-યુક્રેન વચ્ચે લાંબા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. બન્ને તરફથી થયેલા હુમલામાં અનેક લોકોના મોત થઈ ચૂક્યા છે અને અનેક લોકો ઘાયલ પણ થયા છે. હવે રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીએ મોટો દાવો કર્યો છે. ર૩ ડિસેમ્બરના જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, રશિયાના કુર્સ્ક વિસ્તારમાં રશિયન સેના તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના ૩૦૦૦ થી વધુ સૈનિકો કાં તો મૃત્યુ પામ્યા છે, અથવા તો ઘણાં સૈનિકો ઘાયલ થયા છે.
એક અહેવાલ પ્રમાણે ઓગસ્ટની શરૂઆતથી રશિયાએ લગભગ ૧ર,૦૦૦ નોર્થ કોરિયાના સૈનિકોને યુક્રેન મોકલ્યા છે. ઝેલેન્સકીએ રશિયા અને ઉત્તર કોરિયા વચ્ચે વધી રહેલા સૈન્ય સહયોગ અંગે પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આનાથી આધુનિક યુદ્ધ ટેકનોલોજી અને સૈન્ય અનુભવની આપ-લે થઈ શકે છે.
તેમણે ચેતવણી આપી છે કે ઉત્તર કોરિયા અને રશિયા વચ્ચેના આ સહકારથી વધારાના સૈનિકો અને સૈન્ય સાધનોની સપ્લાય થઈ શકે છે. આના પરિણામ સ્વરૂપે યુક્રેનને આકરા જવાબ આપવાની જરૂર પડશે. ઉત્તર કોરિયા સાથે રશિયાની વધતી ભાગીદારીથી માત્ર ક્યૂરેનિયન સરહદ જ નહીં, પરંતુ સમગ્ર કોરિયન દ્વપકલ્પ અને તેની નજીકના પ્રદેશોમાં અસ્થિરતાનું જોખમ ઊભું થઈ શકે છે.
ઉત્તર કોરિયાના માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા સંબંધિત માહિતીનો ઉલ્લેખ કરતા ઝેલેન્સકીએ કહ્યું કે, તેમનું મૂલ્યાંકન યુક્રેનિયન ગુપ્તચર દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા પર આધારિત છે.
ઉલ્લેખનિય છે કે, દક્ષિણ કોરિયાના સાંસદ લી સુંગ-કોને ૧૯ ડિસેમ્બરે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે, ઉત્તર કોરિયાના ૧૦૦ થી વધુ સૈનિકો માર્યા ગયા છે અને લગભગ ૧૦૦૦ જેટલા સૈનિકો ઘાયલ થયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial