Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એલ.ઓ.ડી.સી.માંથી નિમાયેલા ડેપ્યુટી કોન્સલની દલીલો ગ્રાહ્ય રહી
જામનગર તા. રપઃ જામનગરની સેસન્સ કોર્ટે વર્ષ ર૦૧૭ માં હત્યાની કોશિશના નોંધાયેલા એક કેસમાં આરોપી પૃથ્વીરાજસિંહ ઉર્ફે અભિરાજ-સિંહને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ કર્યો હતો. આરોપીએ સરકારી ખર્ચે વકીલની માંગણી કરતા એલ.એ.ડી.સી.માંથી ફાળવાયેલા ડેપ્યુટી કોન્સલ એડવોકેટ મનિષભાઈ સોમૈયાની દલીલોને ગ્રાહ્ય રાખીને અદાલતે આ ચૂકાદો આપ્યો છે, જે લીગલ એઈડ વ્યવસ્થાની ફલશ્રૂતિ દર્શાવે છે.
આ કેસની વિગત એવી છે કે જામનગરના ક્રિષ્નાબા રૂપસિંહ વાઢેરે પટેલ કોલોની શેરી નંબર ૯ ના છેડે, શાંતિનગરમાં રહેતા પૃથ્વીરાજસિંહ ઉર્ફે અભિંરાજસિંહ ચુડાસમા સામે આઈપીસીની કલમ ૩૦૭, ૪પર તથા જી.પી. એક્ટની કલમ ૧૩પ (૧) મુજબ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદ મુજબ ક્રિષ્નાબા પોતાના દીકરા અજયસિંહ સાથે આ વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે. ક્રિષ્નાબા જ્યારે બજારમાં નીકળે ત્યારે ખરાબ નજરથી જોવા તથા પોતાનો દીકરો ઘરે ન હોય, ત્યારે ડોકાં કાઢીને આરોપી અભિરાજસિંહ ચેનચાળા કરતો હોઈ, દીકરા અજયસિંહને ખબર પડતા તેમણે આરોપીને આવું નહીં કરવાનું કહ્યું હતું, અને તે પછી અભિરાજસિંહે તા. ૧૯-૧૦-ર૦૧૭ ના દિવસે અજયસિંહને ઘરમાં આવીને પેટમાં છરીના બે ઘા માર્યા હતાં તથા પોતાના પુત્રને હાથમાં પણ ઈજા થઈ હોવાની કેફિયત સાથે પોતાના પુત્રની હત્યા નિપજાવવાની કોશિશ કરવાની ફરિયાદ ક્રિષ્નાબાએ નોંધાવી હતી, અને જામનગરના ચોથા એડિશ્નલ ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટ સમક્ષ પોલીસે ચાર્જશીટ રજૂ કર્યું હતું.
તે પછી આરોપીએ સરકારી ખર્ચે વકીલની માંગણી કરતા તેઓને એલ.એ.ડી.સી.માંથી એડવોકેટની ફાળવણી થઈ હતી, અને ડેપ્યુટી કોન્સલ (એડવોકેટ) મનિષ સોમૈયાએ આ પ્રકારના ગુન્હાની સુનાવણીની સત્તા માત્ર સેસન્સ કોર્ટને હોઈ, ચીફ જ્યુડિશ્યલ મેજિસ્ટ્રેટે આ કેસ સેસન્સ કમિટ કર્યા પછી આરોપી તરફે કાર્યવાહી હાથ ધરી હતી. તે પછી આરોપીનું ક્રિમીનલ પ્રોસીઝર કોડ ૩૧૩ હેઠળ વધારાનું નિવેદન પણ લેવામાં આવ્યું હતું.
તે પછી તબક્કાવાર સુનાવણીઓ દરમિયાન આરોપી તરફે મનિષભાઈ સોમૈયાએ વખતોવખત ધારદાર દલીલો, ફેરતપાસ, ઉલટ તપાસ સાથે દસ જેટલા સાહેદોને તપાસ્યા હતાં. આ કેસમાં ૧૮ જેટલા દસ્તાવેજી પુરાવા પણ રજૂ થયા હતાં.
સુનાવણીના અંતે સેસન્સ જજ શ્રી નેહલકુમાર રાજેશભાઈ જોષીએ શંકાનો લાભ આપીને આરોપી પૃથ્વીરાજસિંહ ઉર્ફે અભિરાજ-સિંહને નિર્દોષ છોડવાનો હુકમ કર્યો હતો. આ કેસની વિશેષતા એ હતી કે આરોપીને સરકારી ખર્ચે ફાળવાયેલા લીગલ એઈડ ડેપ્યુટી કોન્સલ મનિષભાઈ સોમૈયાએ ધારદાર દલીલો કરીને નિર્દોષ છોડાવ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial