Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તંદુરસ્તી કી બધાઇ હૈ, ઔષધિ વાલી મીઠાઇ હૈ
જામનગર તા. ૧૧: મીઠાઈ એ ખુશીનું પ્રતીક છે. કોઈ સારૂ કાર્ય કરવા જઇએ ત્યારે અથવા સારા સમાચાર મળે એટલે આપણે મોઢું મીઠું કરવાની પરંપરા છે. 'પહેલું સુખ તે જાતે નર્યા' કહેવત મુજબ તંદુરસ્તી સૌથી મોટો લાભ છે. તો આ લાભ મળવાનો હોય ત્યારે મીઠાઈ તો ખાવી જ જોઇએ ને?
શિખંડ સમ્રાટની શિયાળુ મીઠાઈઓ સ્વાસ્થ્ય લાભ પહેલા મોઢું મીઠું કરવાના શુકન જેવી છે કારણકે આ મીઠાઈઓ વસાણાઓથી ભરપૂર હોય સારૂ સ્વાસ્થ્ય પ્રદાન કરનારી છે. શિખંડ સમ્રાટ (ઇન્દ્રપ્રસ્થવાળા)ના સંચાલક જુગલ ચોટાઈએ તેમના વિન્ટર સ્પેશિયલ સ્વીટ્સ અંગે જણાવતા કહૃાું હતું કે પુરૂષો માટે ઉત્તમ સાલમ પાક વિવિધ ૬૫ વસાણાથી ભરપૂર છે અને મેથી પાક સાંધાનાં દુઃખાવામાં અસરકારક છે તો ગુંદ પાક મહિલાઓ માટે આરોગ્યપ્રદ છે.
અડદિયા એ પરંપરાગત શિયાળુ મીઠાઇ છે લોકો અડદિયા ખાવા શિયાળાની રાહ જોતા હોય છે. શિખંડ સમ્રાટ સુગર ફ્રી અડદિયા સહિત શુદ્ધ ઘીના પાંચ પ્રકારના ડ્રાયફ્રૂટ અડદિયાનો રસથાળ લાવ્યું છે. જેમાં ખળી સાકરના ડ્રાયફ્રુટ અડદિયા, કાચી ખાંડના ડ્રાયફ્રૂટ અડદિયા, ગોળના ડ્રાયફ્રૂટ અડદિયા તથા કેસર ડ્રાયફ્રૂટ અડદિયાનો સમાવેશ થાય છે.
આદુની પણ એક મીઠાઇ તેઓ લાવ્યા છે જે શિયાળામાં રોજ માત્ર એક બટકુ ખાવાથી શરદી-કફ જેવી ઋતુજન્ય બીમારીઓથી બચી શકાય છે.આ ઉપરાંત અન્ય પરંપરાગત અને અવનવી વાનગીઓ તો ખરી જ..
આજે શિખંડ સમ્રાટ અગ્રણી મીઠાઇ વિક્રેતાઓ તરીકે નામના ધરાવે છે ત્યારે જુગલભાઇ આ પેઢીના સ્થાપક તેમના પિતા સ્વ. હસુભાઇ ચોટાઇના યોગદાનને વંદન કરી તેમના જન્મદિન નિમિત્તે ૧૨ જાન્યુઆરીના સ્પેશિયલ ઓફર પણ લાવ્યા છે જેમાં એક કિલો અડદિયા કે કોઇપણ શિયાળુ પાકની ખરીદી પર ૫૦૦ ગ્રામ સોનપાપડી અથવા લીલો હલવો ફ્રી આપવામાં આવશે.
શિયાળાની કડકડતી ઠંડીમાં ઘરેથી નીકળવું ન ગમતું હોય તો ફ્રી હોમ ડિલિવરીની ઓફર પણ ચાલુ જ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial